પંચમહાલ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રોએ સને 2024-25 માટે રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવા માટે નવીન યોજના કાર્યરત કરાઈ છે. આ નવીન યોજના હેઠળ રાજ્યના વ્યકિતગત લાભાર્થી અને સંસ્થાકીય લાભાર્થીઓ જેવા કે ભાગીદારી પેઢી, કંમ્પની,એ.પી.એમ.સી સહકારી ખેડુત સંસ્થા,જાહેર સાહસો કે રજીસ્ટર ખેડુત ઉત્પાદન સંગઠનને સહાય મળવા પાત્ર થશે.
સહાય ધોરણ 5000 મે.ટન સુધી 8000 રૂ/ મે.ટન,5001 થી 6500 મે.ટન સુધી રૂ. 7600/ મે.ટન, 6501 થી 8000 મે ટન સુધી રૂ. 7200/મે.ટન., 8001 થી 10000 મે.ટન સુધી 6800/મે.ટન મુજબના એકમ ખર્ચને ધ્યાને લઈ એકમ ખર્ચના 50 % સુધી સહાય પુરી પાડવામા આવશે. સદર સહાય ક્રેડિટ લીંક બેંક એડેટ આધારીત પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનુ રહેશે.
આ સાથે બાગાયતી પાકના કલ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને અને બજાર સાથે સાકળવા માળખાકીય સુવિધા પુરી પાડવાની નવીન યોજના અંતર્ગત રાજ્યના વ્યકિતગત લાભાર્થી,ખાનગી સંસ્થા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO), તેમજ સહકારી સંસ્થા,બાગાયતી પાકના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યસવસ્થા અને બજાર સાથે સાકળવા માળખાકીય સુવિધા પુરી પાડવા માટે સહાય યોજના હેઠળ યુનીટ ખર્ચ 100 કરોડ/એકમ ખર્ચ, વ્યકિતગત/ખાનગી સંસ્થાને 50 % મુજબ રૂ. 50 લાખ એકમ સહાય મળવા પાત્ર રહેશે,સદર સહાય મહત્ત્વ 1 એકમ સુધી રહેશે.
ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC/સહકારી સંસ્થાને પોતાના ક્ષેત્રને ધ્યાને લઈ 75 % મુજબ રૂ. 75.00 લાખ /એકમ સહાય મળવા પાત્ર રહેશે. સદર સહાય મહત્તમ 2 એકમ સુધી સહાય આપવામા આવશે. ક્રેડિટ લીંક બેંક એડેટ આધારીત પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનુ રહેશે.
ઉક્ત યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી તા.12/08/2024 થી 11/10/2024 સુધી કરી શકાશે. ઓનલાઈન અરજી કરી સાધનીક કાગળો જેવાકે 7/12, 8-અ, આધાર કાર્ડ, બેંક પાસ બુકની નકલ અથવા કેન્સલ ચેક તથા ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ લઈ સહી કરી ઉક્ત દર્શાવેલ તમામ સાધનીક કાગળો દિન-7 માં અત્રેની કચેરીએ (સરનામું – નાયબ બાગાયત નિયામકની કચેરી, ગોધરા,જી.પંચમહાલ, રૂમ નંબર-9 થી 12 બીજોમાળ, જીલ્લા સેવા સદન-2. કલેકટર કચેરી કંમ્પાઉંડ, ફોન નંબર (02672-240039) ખાતે રજુ કરવાના રહેશે તેમ નાયબ બાગાયત નિયામક ગોધરાએ જણાવ્યું છે.