- વર્ષ 2024-25 મા ટે GROW MORE FRUIT CROP અભિયાન અંતર્ગત i-khedut પોર્ટલ 15/08/2024 સુધી ખુલ્લું.
પંચમહાલ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રોએ સને 2024-25 માટે GROW MORE FRUIT CROP અભિયાન અંતર્ગત બાગાયત ખાતાની ફળ પાક વાવેતરની વિવિધ યોજનાઓ જેવીકે, પપૈયા વાવેતર સહાય, ધનિષ્ટ ખેતીથી વાવેલ ફળ પાકો, નાળીયેર વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુ ખારેકની ખેતીમા સહાય, ફળ પાક પ્લાંટીગ મટેરીયલ્સમાં સહાય, ફળ પાકો જેવાકે દ્રાક્ષ, કીવી, પેશંનફ્રુટ વગેરે કોમ્પ્રીહેંસીવ હોર્ટીક્લચર ડેવલપમેંટ, ફળ પાક પ્લાંટીગ મટેરીયલ્સમા સહાય (વન બંધુ)કાર્યક્રમ સુધીની સહાય, કેળ (ટીસ્યુ)ફળ પાક ઉત્પાદકતા વધારવા, આંબા તથા જામફળ ઉત્પાદકતા વધરવા, કમલમ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે સહાય,વધુ ખેતી ખર્ચ સિવાયના ફળ પાકો તેમજ સરગવાની ખેતીમાં સહાય જેવા ઘટકોમાં લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી તા.16/07/2024 થી 15/08/2024 સુધી કરી શકાશે.
ઓનલાઈન અરજી કરી સાધનીક કાગળો જેવાકે 7/12, 8અ, આધાર કાર્ડ, બેક પાસ બુકની નકલ અથવા કેંસલ ચેક તથા ઓન લાઈન કરેલ અરજીની પ્રીટ લઈ સહી કરી ઉક્ત દર્શાવેલ તમામ સાધનીક કાગળો દિન-7 માં અત્રેની કચેરીએ (સરનામું નાયબ બાગાયત નિયામકની કચેરી, ગોધરા,જી.પંચમહાલ, રૂમ નંબર-9 થી 12 બીજોમાળ, જીલ્લા સેવા સદન-2. કલેકટર કચેરી કંમ્પાઉંડ, ફોન નંબર (02672-240039) ખાતે રજુ કરવાના રહેશે. જેની પંચમહાલ જીલ્લાના સર્વે બાગાયતી ખેડૂતમિત્રોને નોંધ લેવા નાયબ બાગાયત નિયામક, ગોધરાએ એક એખબારી યાદીમાં જણાવ્યું છે.