પંચમહાલ જિલ્લાના એડીશનલ સેન્સસ જજ એચ.પી.મહેતાએ લાંચીયા સરકારી અધિકારીને કરી 4 વર્ષની સજા

ગોધરા,

ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાના એડીશનલ સેન્સસ જજ એચ.પી.મહેતા ની કોર્ટ માં 2014 ની સાલમાં સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા અર્જનસિંહ સોમસિંહ બારીઆ દ્વારા વિકલાંગ સહાય આપવ માટે સંતરામપુર તાલુકાના દિવ્યાંગ વ્યક્તિ રામાભાઈ મકનાભાઈ રજાત પાસેથી 3,000/- ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જેથી ફરિયાદી પોતે લાંચ આપવા માંગતો ન હોવાથી તેને ગોધરા એ.સી.બી. કચેરીનો સંપર્ક કરેલો અને આરોપી અર્જનસિંહ સોમસિંહ બારીઆ લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરિયાદ પક્ષના પુરાવાઓને ધ્યાનમાં રાખીને તથા મદદનીશ સરકારી વકીલ એમ.કે.દેશમુખની વિગતવારની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી ને 4 વર્ષની સજા અને 5,000/- રૂા. દંડનો હુકમ કરેલ છે. આ હુકમ થતાં જીલ્લામાં લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.