ગોધરા, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય(ડી.જી.ઈ.) દ્વારા ચાલતા દિવ્યાંગો માટે નેશનલ કેરિયર સર્વિસ સેંટર (મહિલા), ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર, પેંશનપુરા, નિઝામપુરા રોડ, વડોદરા,ખાતે મહિલા વિકલાંગ કે જેની અપંગતા 40% કે તેથી વધુ હોય તેવી અસ્થિર વિષયક,બહેરી મૂંગી,અલ્પ અંધ,અંધ, મંદ બુધ્ધિ (50-69 ઈંચ), હોય તેવા 15 થી 50 વર્ષ વચ્ચેની બહેનો માટે કેંન્દ્રમાં ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેકિટસના તાલિમ વર્ગો નિ:શુલ્ક ધોરણે ચાલે છે.કેંન્દ્રમાં ચાલતા ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન,કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેકિટસના તાલિમાર્થીયોને ભારત સરકાર તરફથી સમય-સમય પ્રમાણે નિયમો અનુસાર શિષ્યવૃત્તિનો લાભ પણ મેળવી શકે છે.
આથી પંચમહાલ જીલ્લાના તાલિમ માટે ઇચ્છુક દિવ્યાંગ બહેનોએ (શનિરવિ તેમજ જાહેર રજાના દિવસો સિવાય) કામકાજના દિવસો દરમ્યાન સવારે 10:00 થી 4:00 સુધીમાં કેંન્દ્રનો સમ્પર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે 0265-2782857 અને 8511291309 પર સંપર્ક કરવા નાયબ નિયામક શ્રમ અને રોજગાર મંત્રાલય,વડોદરા દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.