પંચમહાલ જીલ્લામાં જીલ્લા તથા તાલુકા અદાલતના ટાર્ગેટેડ કેસોને જીલ્લા અદાલતની વેબસાઈટ પર મુકાયા

  • જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ,ગોધરાની કચેરી દ્વારા કુલ 12 બેંચોનું ગઠન કરાયું, લોક અદાલતના માઘ્યમથી વિવિધ કેસોનું સમાધાન કરાશે.

પંચમહાલ જીલ્લાની તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા જાહેર જનતાની સેવાના ઉમદા હેતુસર તથા તેમના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જીલ્લામાં પેન્ડિંગ જુના સમાધાન લાયક કેસોનું લોક અદાલતના માઘ્યમથી નિકાલ કરી શકાય એવા કેસો જેમ કે મોટર એકસીડન્ટ ક્લેઇમ પીટીશન (ઈન્જરી અથવા મૃત્યુના કીસ્સામાં), લેન્ડ ગ્રહણ અધિનીયમના કેસો, વૈવાહીક તકરારોના (ડીવોર્સ સીવાયના) ફેમીલી કોર્ટના કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ- 138 (ચેક બાઉન્સ) જેવા કેસો ટાર્ગેટેડ કેસોની યાદીમાં તૈયાર કરવામાં આવેલ છે.

પક્ષકારોને અપીલ કરવામાં આવે છે કે, સંબંધીત ટાર્ગેટેડ કેસ માટે પક્ષકારો તથા તેમના વકીલોઓએ સંબંધીત કોર્ટનો સંપર્ક કરવો. તદઉપરાંત નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગોધરાની કચેરી દ્વારા કુલ- 12 બેન્ચનું ગઠન કરવામાં આવેલ છે. સદર બેન્ચ દ્વારા લોક અદાલતના માઘ્યમથી ટાર્ગેટેડ કેસોના સમાધાન થકી નિકાલ કરવા તમામ પ્રયત્ન કરવામાં આવશે. પક્ષકારો તથા તેમના વકીલઓને અપીલ કરવામાં આવે છે કે, લોક અદાલતમાં મુકવા લાયક પોતાના કેસ મુકવામાં આવે તેમજ જે ટાર્ગેટેડ કેસ (સમાધાન લાયક) મુકવામાં આવેલ છે તેની વધુ માહીતી માટે સંબંધીત કોર્ટનો સંપર્ક કરવો.

સદર લોક અદાલતમાં મુકવામાં આવેલ ટાર્ગેટેડ કેસોની માહીતી જીલ્લા અદાલત, ગોધરાની વેબસાઈટ: www.panchmahals.dcourts.gov.in. પર મુકવામાં આવેલ છે.

સંબંધીત ટાર્ગેટેડ કેસોનું CONCILIATION માટે તથા તે કેસોની મુદત તારીખ માટે સંબંધીત કેસ જે કોર્ટમાં પેન્ડીંગ હોય તે અદાલતનો સંપર્ક કરી આગળની કાર્યવાહી કરવા તથા સમાધાનના માઘ્યમથી કેસોનો સુખદ અંત લાવવા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ તથા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગોધરાના ચેરમેન સી.કે.ચૌહાણ દ્વારા અપીલ કરવામાં આવે છે, તેમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

Don`t copy text!