ગોધરા, પંચમહાલ જીલ્લા સહિત તાલુકાઓમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સવારથી બપોર સુધી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તેના કારણે ખેડ઼ુતો પણ ચિંતામા જોવા મળ્યા હતા. હાલમા ખેતરોમા ઘઉની કાપણી કરવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે ગોધરા શહેર સહિત પંચમહાલ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.
વહેલી સવારથી બપોર સુધી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જ્યારે વાદળછાયા વાતાવરણને પગલે શહેરીજનો અસહ્ય બફારા વચ્ચે શેકાયા જ માવઠું થાય તેવું વાતાવરણ જોવા મળતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળ બંધાયા હતા.સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જીલ્લામાં શિયાળાએ વિદાય લેતાની સાથે ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટબર્નના પગલે આજરોજ ગોધરા શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.અને વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જ્યારે વાદળછાયા વાતાવરણને પગલે શહેરીજનો અસહ્ય બફારા વચ્ચે શેકાયા અને માવઠું થાય તેવા એંધાણ વાતાવરણ જોવા મળતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળ બંધાયા હતા. હાલમાં ઉનાળુ પાકની કાપણીની સીઝન શરૂ થઈ રહી છે. ત્યારે આ રીતે વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોના ચિંતામાં વધારો થયો છે