
- ગોધરા શહેરમાં ઝાડો પડવાથી વાહન વ્યવહાર ઠપ થયો હતો.
ગોધરા, પંચમહાલ જીલ્લમાં વહેલી સવારે અચાનક વાતારવણમાં આવેલ પલ્ટા સાથે ભારે પવન સાથે વાવાઝોડું ફુંકાતા ગોધરા શહેર સહિત જીલ્લામાં મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. ઠેરઠેર ઝાડ પડવા તેમજ વીજ પોલ પડી જવાના બનાવો સામે આવ્યા. ફુંકાયેલ વાવાઝોડાના કારણે લાઈટો સદ્દંતર ડુલ થઈ જવા પામી હતી. ગોધરા તાલુકાના છારીયા ગામે છાપરાનું પતરૂ ઉડીને. વાગતાં એક વ્યકિતને ગંભીર ઈજાઓ થવા પામી છે.

પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં વહેલી સવારે હવામાન વિભાગની જાહેરાત મુજબ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળા ટીંબાગા વાદળો સાથે ભારે પવન સાથે વાવાઝોડું ફુંકાયુ હતું. વાવાઝોડાના કારણે ગોધરા શહેરના જીલ્લા કલેકટર કચેરી રોડ ઉપર આર.ટી.ઓ. સર્કલ સુધી અનેક ઝાડ મુળ સાથે રોડ ઉપર પડવાના બનાવો સામે આવ્યા સાથે બગીચા રોડ ઉપર મારૂતી ગેસ્ટ હાઉસ પાછળના ભાગે વીજ થાંભલા પડી ગયા હતા. જીલ્લામાં વહેલી સવારે ફુંકાયેલ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. જીલ્લામાં ઝાડો પડવાના તેમજ વીજ થાંભલા નમી જવાના અનેક કિસ્સાઓ બનવા પામ્યા હતા. ભારે પવન સાથે ફુંકાયેલા વાવાઝોડાને લઈ લાઈટો ડુલ થઈ ગઈ હતી. વીજ વિભાગના કર્મીઓ વીજ લાઈન પૂર્વ……….. કરવા ભારે જહેમત ઉઠાવી હતી. જીલ્લા સહિત ગોધરામાં માર્ગો ઉપર પડેલ વૃક્ષો હટાવીને રસ્તાઓ પૂર્વવ્રત કરવા માટે તંત્રને ભારે જહેમત ઉઠાવી પડી હતી.

જીલ્લામાંં ગોધરા તાલુકાના કાંકણપુર, કાલોલના શામળદેદી મલાવ હાલોલ-બોડેલી રોડ તેમજ ધોધંબા-બારીયા રોડ ઉપર અસંખ્ય વૃક્ષો પડવા તેમજ વીજ થાંભલાઓ ધરાશાહી થતાં મોટાભાગના રસ્તાઓ ઉપર વાહન વ્યવહારોને ભારે અસર થઈ હતી. ભારે પવન સાથે ફુંકાયેલ વાવાઝોડામાંં કાલોલના શામળદેવી ગામમાં 15 જેટલા મકાનોના પતરા ઉડીને ખેતરોમાં પડયા હતા. વાવાઝોડામાં અત્યાર સુધી જીલ્લામાં કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી.
બોકસ:
ગોધરા તાલુકાના છારીયા ગામે વહેલી સવારે ફુંકાયેલ ભારે વાવાઝોડાથી મકાનના પતરા ઉડતા એક વ્યકિતને પતરાથી ઈજાઓ થવા પામી હતી.
બોકસ:
કાલોલ તાલુકાના શામળદેવી, ખરસાલીયા અને દેવીપુરા ગામમાં ભારે પવન સાથે ફુંકાયેલ વાવાઝોડામાં પતરા ઉડી જતાં ધરોમાં ભારે નુકશાન થવા પામ્યું છે.