- એ-1 ગ્રેડ-45, એ-2 ગ્રેડમાં 538 વિદ્યાર્થી આવ્યા.
ગોધરા, ધોરણ-10 બોર્ડની પરીક્ષાનું પરિણામ વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું. ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો. પંચમહાલ જીલ્લાનું 56.64 ટકા જાહેર થયું છે. જે ગત વર્ષ કરતાં ઓછું આવ્યું છે.
પંચમહાલ જીલ્લામાં ધો.10 બોર્ડની પરીક્ષામાં 21,939 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજરોજ પરીક્ષાનું પરિણામ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 56.46 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 58.60 ટકા હતું. તેના કરતાંં ધટાડો નોેંધાયો છે. ધો. 10 બોર્ડની પરિક્ષાનું પરિણામ આવતાં કહી ખુશી કહી ગમના જોવા મળી બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ સંતાનોના માતા-પિતામાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. પંચમહાલ જીલ્લામાં 31,939 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંં એ-1 ગ્રેડમાં 45 વિદ્યાર્થી, એ-2 ગ્રેડમાં 538 પાસ થયા, બી-1 ગ્રેડમાં 1640 અને બી-2 3147 વિદ્યાર્થી પાસ થયા છે. ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં પંચમહાલ જીલ્લા કલેકટર આશીષકુમાર દ્વારા પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્ય કામના કરી શુભેચ્છા પાઠવી સાથે જ વિદ્યાર્થીઓની અપેક્ષા મુજબ પરિણામ ન મેળવ્યું હોય તેવા વિદ્યાર્થીઓને ઉત્સાહ ઓછો ન કરવા સલાહ આપી.