પંચમહાલ જિલ્લામાં રતનપુર ગામના યુવાન દુકાનદાર દ્વારા અનોખું મતદાન જાગુર્તિ અભિયાન

ગોધરા,

પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના રતનપુર ગામમાં રહેતા અને નવજીવન મંડળ પ્રમુખ તેમજ સામાજીક કાર્યકર તરીકે સેવા આપે છે અને વર્ષોથી દુકાન ચલાવતા સુથાર પરેશ કુમાર એન ઠંડા-પાણી નાસ્તાની દુકાન કરે છે. તેમના મનમાં વિચાર આવ્યો કે, જનતા માટે કઈ નવી રીતે એવરનેસ જાગૃતિ પેદા થાય તે માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભેમાં ‘અવસર લોકશાહી’ મતદાન તેમાં સમાજનાં વિવિધ વર્ગનાં લોકો સ્થાળાતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી વધુને વધુ લોકો મતદાન કરે તે હેતુથી લોકશાહી આપણાં થી મતદાન કરો ગર્વથી ‘સારે કામ છોડ દો સબસે પેહલે વોટ દો. આળસ કરીશ નહીં. ફરજથી ડગીશ નહીં.મતદાન કરવાનું ચુકીશ નહીં ’ તેવા વિવિધ સૂત્રો સ્ટીકર બનાવી દુકાન આગળના ભાગમાં લગાવ્યું અને રતનપુર ગામનાં આવતાં જતાં ગ્રાહકોને મતદારો તેમજ બહાર ગામનાં વ્યક્તિને પત્રિકાઓ આપીને મતદારો અચૂક મતદાન કરવા અપીલ કરી છે.