પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય સામાજીક સહાયતા કાર્યક્રમ (NSAP) અંતર્ગત જીલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

ગોધરા,પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની અઘ્યક્ષતામાં કલેકટર કચેરી,ગોધરાના સભાખંડ ખાતે રાષ્ટ્રીય સામાજીક સહાયતા કાર્યક્રમ (NSAP) અંતર્ગત જીલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.

જેમાં સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગની યોજનાઓ, ઈંદીરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, ઈંદીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ઘ પેન્શન યોજના, ઈંદીરા ગાંધી રાષ્ટ્રીય વિઘવા પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, સંત સુરદાસ યોજના, મનો દિવ્યાંગ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ઘ પેન્શન યોજના, ગંગા સ્વરૂપા પેન્શન સહાય યોજના તથા પાલક માતા પિતા યોજનાની અમલવારી અને કામગીરીની થયેલ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

હાલમાં NSAP Portal પરની કુલ 9 યોજનાઓથી પંચમહાલ જિલ્લાના કુલ 1,14,065 લાભાર્થીઓ લાભ લઇ રહેલ છે. આ યોજનાઓનો વઘુમાં વઘુ લાભ લોકોને મળે તે માટે તથા તમામ યોજનાઓનો વઘુ પ્રચાર પ્રસાર થાય તે માટે અઘ્યક્ષસ્થાનેથી સુચના આપવામાં આવી હતી. સદર બેઠકમાં જીલ્લા આરોગ્ય અઘિકારી, મહિલા અને બાળ અઘિકારી, જીલ્લા પુરવઠા અઘિકારી સહિતના અઘિકારીઓ ઉપસ્થિત રહયા હતા. યોજનાકીય પ્રેઝન્ટેશન જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રી દ્વારા આપવામાં આવ્યું હતું.