ગોધરા, શહેરા તાલુકાના ધી બોરડી દુધ ઉત્પાદક મંડળીમાં 2021માં લાખોની ઉચાપત કરનાર સેજલબેન દિલીપભાઇ પટેલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી આરોપી અને તેમના પતિ તેમજ અન્ય આરોપીઓની ધરપકડ કરાઈ હતી અને તે સમયે જામીન મુકત થવા માટે નામદાર કોર્ટ શહેરામાં રૂા.7,51,651/-રૂપીયાનો બનાવટી એકસીસ બેંકનો ડિમાન્ડ ડ્રાફટ રજુ કરી જામીન મુકત થયા હતા.
આ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતાં આરોપીઓ ભેગા મળી કોર્ટના અધિકારીઓને અંધારામાં રાખીને બોગસ ફરિયાદ રજુ કરી હતી અને બોરડી દુધ ઉત્5ાદક સ.મંંડળીના બનાવટી લેટરપેડ તૈયાર કર્યા હતા અને તેની ઉપર દુધ મંડળીના ચેરમેન/સેક્રેટરીના બનાવટી સહી-સિકકા કરી કોર્ટમાંં રજુ કરીને શહેરા ખાતેના ફોજદારી કેસમાં નિર્દોષ છુટી ગયા હતા. આ બાબતની જાણકારી બોરડી દુધ ઉત્પાદક મંડળીના હોદ્દેદારોને થતાં અને મંડળીના નાણાં ઓડિટ રીપોર્ટમાં બાકી પડતા તેમના દ્વારા તમામ બાબતની અંગેની વિગતવારની અરજી ગુજરાત હાઈકોર્ટ અને અન્ય અધિકારીઓને કરતા આ બાબતે શહેરા પોલીસ મથકે ઈ.પી.કો.કલમ 465,467,120(બી)નો ગુનો નોંધી તપાસ અધિકારી દ્વારા તપાસ કરી આરોપીઓની અટકાયત કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેને લઈ આરોપી સેજલબેન દિલીપભાઈ પટેલ દ્વારા પંચમહાલ જીલ્લા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરાઈ હતી. આગોતરા જામીન અરજીની સુનાવણી થતાં જીલ્લા સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોરની વિગતો દલીલો તથા કેસના સંજોગો તેમજ પોલીસ તપાસના કાગળોને ઘ્યાને લેતાં નામદાર કોર્ટ દ્વારા ન્યાય પાલિકા સાથે છેતરપિંડી કરનાર આરોપી સેજલબેન દિલીપભાઈ પટેલની આગોતરા જામીન અરજી નાંમજુર કરાઈ હતી. જામીન અરજી નામંજુર કરતા જીલ્લાના ન્યાય તંત્રમાં ચકચાર મચી જવા પામી છે. આ કેસમાં બીજા આરોપીઓની સંડોવણી જણાઈ આવતાંં તેઓની અટક કરવાની કાર્યવાહી કરાશે.