પંચમહાલ જીલ્લામાં NFSA કેટેગરી માંંથી NON NFSA કેટેગરીમાં રેશનકાર્ડ તબદીલ કરવાની આખરી તક

  • 25 દિવસોમાંં પુરવઠા તંંત્ર માટે બોગસ લાભાર્થીઓ શોધવા એક પડકારજનક.
  • તા.1લી ઓગસ્ટથી 35 કર્મચારીઓની ટીમ ધરે ધરે ફરીને બોગસ લાભાર્થીઓ શોધી કાઢશે.
  • ચાર પૈડાવાળું વાહન,સરકારી કર્મચારીઓ,15 હજારથી વધુની માસિક આવક,ઈન્કમટેકસ ભરતા હોય તેવા વ્યક્તિઓએ રેશનકાર્ડ તબદીલ કરવાની અપાયેલી મહેતલ.
  • જીલ્લામાં 2.72 લાખ કાર્ડધારકો પૈકી 72 હજાર NON NFSA છે.
  • આ અભિયાનને સફળ બનાવવા માટે પોલીસ કાર્યવાહી સુધીની તંત્રએ સજજતા કેળવી.

આગામી 31 જુલાઈ સુધી NFSA કેટેગરીનું રેશનકાર્ડ ઘરાવતા હોય તો NON-NFSA કેટેગરીમાં રેશનકાર્ડ તબદીલ કરી રાશન/અનાજ ન લેવાની અપીલ બાબતે અમલીકરણ કરવામાં પુરવઠા તંત્રને જાણે કે, એક પડકારરૂપ અભિયાન સાબિત થનાર છે. કારણે કે, મોળો પ્રતિસાદના કારણે હવે જીલ્લા પુરવાઠ તંત્ર દ્વારા આગામી તા.1લી ઓગસ્ટ દરેક તાલુકામાંં 35 કર્મચારીઓની ટીમ બનાવીને ધરે ધરે ફરીને સધન ચેકીંગ હાથ ધરનાર છે. જેમાં કસુરવાર નિવડનારની સામે દંડનિય કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવતાં આવા બોગસ લાભ લેનાર લાભાર્થીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.

પંચમહાલ જીલ્લામાં ગ્રામ્ય વિસ્તાર સહિતના પંથકોમાં રહેતી ગરીબ કુટુંબોને બે ટંક ભોજન મળે તેવા આશયથી જીલ્લા પુરવઠા શાખા દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાનો દ્વારા જીવન આવશ્યકત ચીજવસ્તુઓનું મફત વિતરણ કરવામાં આવે છે. સરકાર દ્વારા નિયમીત પ્રમાણે રાશન ઉપ્લબ્ધ કરાવવામાં આવતાં આવા ગરીબ પરિવારો માટે ખાસ કરીને એન.એફ.એસ.એ. યોજના આર્શીવાદરૂપ છે.

જેના ભાગરૂપ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો,2013 અન્વયે અગ્રતા ઘરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના ધોરણોમાં ફેરફાર કરી બાકી રહેલ લાભાર્થીઓને અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરવા ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રા.બા.વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ અમલીકરણની શરૂઆત કરવામાં આવી છે. અગાઉ સરકાર દ્વારા આવા પરિવારોને ગેરકાયદેસર લાભ રદ કરવા માટેનું અભિયાન હાથ ધરવા છતાં પુરતી સફળતા સાંપડી ન હતી. તેમ છતાંયે હજુયે ખોટી રીતે લાભ મેળવી રહ્યા છે. ત્યારે જીલ્લા પુરવઠા અધિારી એચ.ટી.મકવાણાના ઘ્યાને આવ્યું હતું કે, પંચમહાલ જીલ્લામાં 2,72,000 કાર્ડધારકો છે. જેમાં 12,76,000 વ્યકિતઓ અનાજનો લાભ મેળવે છે.

તો બીજી તરફ 72 હજાર જેટલા નોન એફએસએ લાભાર્થીઓ છે. હજુયે આ કાર્ડ જોતાંં સરકારના નિયમોમાંં બંધ બેસતા નથી. જેઓની આવક વધુ છે તથા અન્ય લાભ મેળવતા હોવાથી તેઓ લાભપાત્ર નથી. આવા અપાત્ર લાભાર્થીઓને શોધી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યુંં છે. પ્રથમ તબકકામાં તા.31 જુલાઈ સુધી જેમાં નીચે પૈકીની કોઇ 5ણ એક અથવા વધારે બાબત ધારણ કરનાર કુટુંબને અન્ન સુરક્ષા માટે બાકાત રાખવાના રહેશે. મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં રૂબરૂ જઇ અરજી સાથે રેશનકાર્ડની ઝેરોક્ષ(નકલ) આપીને NFSA માંથી NON-NFSA કેટેગરીમાં રેશનકાર્ડ તબદીલ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે મુજબ રેશનકાર્ડને લઈને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો,2013 અન્વયે અગ્રતા ઘરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના ધોરણોમાં ફેરફાર કરી બાકી રહેલ લાભાર્થીઓને અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરવા ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રા.બા.વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ નીચે પૈકીની કોઇ 5ણ એક અથવા વધારે બાબત ધારણ કરનાર કુટુંબને અન્ન સુરક્ષા માટે બાકાત રાખવાના રહેશે.

(1) 4 પૈડાવાળું મોટરકાર, ટ્રેકટર,ટ્રક કે બસ જેવુ વાહન ધરાવતા હોય, (2) જે કુટુંબનો કોઇ 5ણ સભ્ય સરકારી કર્મચારી હોય સિવાય કે(સરકારી કચેરી,બોર્ડ,નિગમ કે અન્ય સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ સહિત સબંધિત કચેરીમાં આઉટ સોર્સિગથી વર્ગ-4 માં કામગીરી કરતા હોય),(3) જે કુટુંબનો કોઇ5ણ સભ્ય માસિક રૂ.15,000/-થી વધુ આવક ઘરાવતો હોય,(4) જે કુટુંબનો કોઇ5ણ સભ્ય આવકવેરો(ઇન્કમટેક્ષ),વ્યવસાય વેરો ચૂકવતો હોય,(5) જે કુટુંબ પાંચ એકર કે તેથી વધુ, બે કે તેથી વધુ સીઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધારણ કરતું હોય,(6) જે કુટુંબનો કોઇ5ણ સભ્ય સરકારી પેન્શનર હોય,(7) જે કુટુંબ 7.5 એકર કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતું હોય.

આથી પંચમહાલ જીલ્લાના ઉપરોક્ત ધોરણો ધરાવતા રેશનકાર્ડ ધારકોએ તા.01/07/2024 થી તા.31/07/2024 સુધી સ્વેચ્છાએ અત્રેના પંચમહાલ જીલ્લાના સાત તાલુકાઓ જેમ કે,ગોધરા, શહેરા, મોરવા(હ), કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા ખાતે આવેલ મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં રૂબરૂ જઇ અરજી સાથે રેશનકાર્ડની ઝેરોક્ષ(નકલ) આપીને NFSA માંથી NON NFSA કેટેગરીમાં રેશનકાર્ડ તબદીલ કરવા જાહેર અપીલ કરવામાં આવે છે. પરંતુ માત્ર 25 દિવસના ટુંકાગાળામાં લાભાર્થીઓ સ્વયંભૂ બાકાત કરવા તાલુકાકક્ષાએ પહોંચવાના નથી કે પછી સ્થાનિક સંચાલકને પણ અરજી સુપ્રત કરીને લાભ માંથી બાકાત કરવાની પણ પ્રમાણિકતા દાખવનાર જણાતા નથી. હાલ પાંચ દિવસ ઉપરાંતનો સમય વિતવા છતાં પણ સમગ્ર પંચમહાલ જીલ્લામાં આવી અપીલને કોઈ બહોળો પ્રતિસાદ સાંપડયો નથી. હવે તંત્રની સમીક્ષા મુજબ આગામી તા.1લી ઓગસ્ટથી પુરવઠા તંંત્રએ આવા બોગસ લાભાર્થીઓને શોધી કાઢીને તેઓને નોન એફ.એસ.એ. કેટેગરીમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે.

જે પુરવઠા તંત્ર માટે એક ક્રાંતિકારી પગલું ગણવામાં આવનાર છે. જોકે, પુરવઠા તંત્રના દાવા પ્રમાણે દરેક તાલુકામાંં 7-7 કર્મચારીઓની પાંચ ટીમો રચીને કુલ 35 જેટલા સભ્યો ગામડાઓ ખુંદીવળીને ધરે ધરે પહોેંચીને ચકાસણી હાથ ધરશે અને સાત નિયમોમાં સમાવેશ પામતાં આવા બોગસ લાભાર્થીઓ વિરૂદ્ધ દંડનિય કામગીરી કરવાનું પુરવઠા તંત્રએ કમરકસી છે. આમ, પુરવઠા તંત્રના શિક્ષાત્મક પગલાંની તૈયારીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર સરકારી અનાજ ઓહિયા કરનાર લાભાર્થીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.

ફોજદારી ગુન્હો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે : જીલ્લા પુરવઠા અધિકારી, એચ.ટી.મકવાણા….
આગામી 31મી જુલાઈ સુધી જીલ્લા પુરવઠા તંત્રની અપીલ મુજબ જો 7 માપદંડમાં સમાવેશ પામતાં લાભાર્થીઓએ સ્વયં અરજી કરીને લાભ રદ કરવા માટે અરજી કરવાની રહેશે અને જો તેમ કરવામાં ચૂક થશો તો તા.01/08/2024 5છી જીલ્લા પુરવઠા કચેરી દ્વારા જીલ્લાની તથા તાલુકાની વિવિધ ટીમોની રચના કરી ફીલ્ડમાં મુલાકાત લઇ ક્રોસ વેરીફીકેશન અને તપાસ હાથ ધરવામાં આવશે, તે તપાસ દરમ્યાન જો ઉકત દર્શાવેલ સાત ધોરણો(Criteria) હોવાના પુરાવા માલુમ 5ડશે તો પ્રશાસન દ્વારા કાયદેસરની તેમજ જરૂર જણાયે ફોજદારી ગુન્હો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમજ જ્યારથી રાશન/અનાજ મેળવવામા આવેલ હોય ત્યારથી આજદિન સુધીની રાશનની બજાર કિંમત મુજબનો દંડ વસુલ કરવામાં આવશે.