ગોધરા, રાજ્યની મહિલાઓ સામાજીક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવ ભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે. સર્વાગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વિગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર પંચમહાલ જીલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ 2023 દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે.
જે અન્વયે જનરલ હોસ્પિટલ ગોધરા અને મહિલા અને બાળ અધિકારીની કચેરી પંચમહાલના સંયુક્ત ઉપક્રમે જીલ્લાના ગોધરા તાલુકામાં એમ.બી. પરીખ મંડળ શાળા ગોઠડા ખાતે “મહિલા અને બાળ આરોગ્ય” દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન, મહિલા સ્વાવલંબન યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના તેમજ સખી વન સ્ટોપ સેન્ટર જેવી યોજનાઓ વિશે ઉપસ્થિત મહિલાઓને માહિતી આપવામાં આવી હતી. મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીની થીમ આધારીત નાટક રજુ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ યોજનાઓના ઈંઊઈનું વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં એમ.બી. પરીખ મંડળ શાળા ગોઠડાના આચાર્ય, જનરલ હોસ્પિટલ ગોધરાના મેન્ટલ હેલ્થ યુનિટના વિજયભાઇ, DHEW મહેશભાઇ કામરોલા DMC,OSC ટીમ, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.