પંચમહાલ જીલ્લામાં મીડિયા મોનીટરીંગ સેન્ટરનું ઉદ્દઘાટન કરતા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર

  • જીલ્લામાં પ્રિંટ,ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર ફેક,પેઈડ અને આચાર સંહિતાના ભંગના સમાચાર બાબતે રાઉન્ડ ધ ક્લોક વોચ રખાશે.

ગોધરા,લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે MCMC (મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી) સંચાલિત ઈલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટરનું

જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આશિષ કુમારે રીબીન કાપીને ઉદ્દઘાટન કર્યું હતુ. લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન મીડિયામાં પ્રસારિત થતા પેઇડ ન્યૂઝ તેમજ આચાર સંહિતા ભંગ અંગેના સમાચાર બાબતે ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે.

ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યુઝ મારફતે ખોટા પ્રચાર- પ્રસાર થતા હોય છે. જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ MCMC સેન્ટર ઉભું કરવામાંં આવ્યું છે. જેમાં સ્થાનિક, રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યૂઝ ચેનલમાં પંચમહાલ જીલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી શરૂ કરાઈ છે. જીલ્લામાં પ્રિંટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર ફેક, પેઈડ અને આચાર સંહિતાના ભંગના સમાચાર બાબતે રાઉન્ડ ધ ક્લોક વોચ રાખવામાં આવશે. જીલ્લામાં પ્રિંટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા મોનીટરીંગ માટે વિવિધ સ્ટાફને તાલીમ આપ્યા પછી નિમણૂંક કરવામાં આવી છે.

એમ.સી.એમ.સી. સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આશિષ કુમારે જણાવ્યું કે, ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ આચાર સંહિતાથી લઈને ચૂંટણી દરમિયાન કોઈપણ માધ્યમ થકી ફેક ન્યૂઝ પ્રસારીત ના થાય તથા ખાસ તકેદારી રાખી તેનું મોનિટરીંગ કરી તાત્કાલિક અસરથી તંત્રનું ધ્યાન દોરવા સૂચન કર્યું હતું. મીડિયા મોનીટરીંગ સેન્ટર ખાતે ચૂંટણીલક્ષી તમામ બેનર/પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

ઉદ્દઘાટન પ્રસંગે નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી ડો.પી.કે.ડામોર, માહિતી મદદનીશ આઈ.એચ.ચૌધરી, ભાર્ગવ અમલીયારસહિત જીલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને મીડિયા સેન્ટર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા