પંચમહાલ જીલ્લામાં લાંબા વિરામ બાદ બપોર બાદ મેધરાજાની પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

  • જીલ્લામાં વરસેલ વરસાદથી ધરતી પુત્રોમાં આનંદની લાગણી.

પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં લાંબા વિરામ બાદ આજે બપોર બાદ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ગોધરા શહેરના રસ્તાઓ ઉપર પાણી ભરાયેલ જોવા મળ્યા હતા. જીલ્લામાં લાંબા સમયની મેધરાજાએ વિરામ લેતાં અસહય ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન હતા. ત્યારે મેધરાજા મહેરબાન થતાં વાતાવરણમાં પ્રસરી હતી. સાથે મેધરાજાની પૂન: પધારામણી થતાં ખેડુતોમાં આનંદ જોવા મળ્યો.

પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં મેધરાજાએ લાંબા વિરામ બાદ લેતાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા સાથે મેધરાજાએ વિરામ લેતા ધરતીપુત્રો પણ વિસામણમાં મુકાયા હતા. ત્યારે લાંબા વિરામ બાદ આજરોજ પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ધોધમાર વરસાદ પડતાં શહેરના શહેરા ભાગોળ, સિંદુરી માતા મંદિર તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગોધરાના કેટલાક વિસ્તારોમાં ગટર લાઈન બ્લોક થઈ જતાં ગંદુ પાણી પણ રોડ ઉપર વહેવા માંડયું.

જેને લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. ગોૂધરા શહેરમાં કલેકટર કચેરી કંં5ાઉન્ડ, જીલ્લા પંચાયત કચેરી પાસે તેમજ જીલ્લા કોર્ટ વિસ્તારના રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. પંચમહાલ સહિત ગોધરામાં લાંબા વિરામ બાદ વરસાદ પડતાંં ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

પંંચમહાલ જીલ્લામાં લાંબા વિરામ બાદ આજે નોંધાયેલ વરસાદી આંકડા….

શહેરા – 20 મી.મી.

મોરવા(હ) – 41 મી.મી.

ગોધરા – 2.05 ઈંચ

કાલોલ – 2.15 ઈંચ

ધોધંબા – 21 મી.મી.

હાલોલ – 1.05 ઈંચ

જાંબુધોડા – 08 મી.મી.