પંચમહાલ જીલ્લામાં કુલ 1510 મતદાન મથકો પૈકી 36 મતદાન મથકો મર્જ કરાયા,જર્જરિત મતદાન મથકો બદલાયા

  • જીલ્લાના નાગરિકો મતદાન મથકોની પ્રાથમિક સુધારા દરખાસ્ત બાબતે 25 જુલાઈ 2023 સુધી નાયબ જીલ્લા ચૂંટણી અધિકારીને પોતાના સલાહ સૂચનો મોકલી શકશે.

ગોધરા, ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.01.04.2024ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધા2ણા કાર્યક્રમ અન્વયે મતદાન મથકોનુ પુનર્ગઠન કરવામાં જણાવેલ હતું.

જે અન્વયે પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી દ્વારા મતદાન મથક પુનર્ગઠન રજૂ કરેલ દરખાસ્ત અન્વયે એનેક્ષ2-1 (પ્રાથમિક સુધારા દરખાસ્ત) તમામ મતદાર નોંધણી અધિકારીની કચેરી,મામલતદાર કચેરી,તથા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી ખાતે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

પંચમહાલ જીલ્લામાં કુલ 1510 મતદાન મથકો પૈકી 36 મતદાન મથકો મર્જ કરવામાં આવેલ છે તથા જર્જરિત મતદાન મથકોને બદલવામાં આવેલ છે.જે મતદાર નોંધણી અધિકારીની કચેરી ,મામલતદાર કચેરી તથા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી ઉપરોક્ત કચેરીથી વિગત જાણી શકાશે.પંચમહાલ જીલ્લાની જાહેર જનતાને વિનંતી કે મતદાન મથકોની પ્રાથમિક સુધારા દરખાસ્ત સંદર્ભે તા.25-07-2023 સુધી આ બાબતે સલાહ સુચનો આપવા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી પંચમહાલ ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.