- લગ્ન પ્રસંગોમાં દોડધામ મંડપો અને ગાદલા પલળ્યા.
- કાલોલ, હાલોલ, જાંબુધોડા અને ધોધંબામાં મકાઈના ખુલ્લામાં પડેલ પાકને બચાવવા ખેડુતો દોડધામ કરવી પડી.
ગોધરા,પંંચમહાલ જીલ્લામાં ઉનાળાની આકરી ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તેની વચ્ચે આજરોજ ગોધરા સહિત તમામ તાલુકાઓમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. કાળ ડીંબાગ વાદળોની ફોજ વચ્ચે વરસાદી માહોલ વચ્ચે કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જયારે બીજી તરફ કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકો તેમજ કેરીને નુકશાનની ભીંતિ સેવાઈ રહી છે.
પંચમહાલ જીલ્લામાં આજરોજ 11 વાગ્યા પછી રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. ભરઉનાળામાં વરસાદી માહોલ જોવા મળ્યો. કાળા ડીંબાગ વાદળોની અને પવન સાથે કમોસમી વરસાદ જીલ્લાના તમામ તાલુકાઓમાં પડયો હતો. અચાનક વાતાવરણમાં આવેલ પલ્ટા અને કમોસમી વરસાદથી આકરી ગરમીથી આંંશિક રાહત અનુભવાઈ હતી. જ્યારે બીજી તરફ ખેતરોમાં ઉભા ઉનાળું પાકો અને કેરીના પાકને કમોસમી વરસાદથી નુકશાન થવાની શકયતા ખેડુતો વ્યકત કરી રહ્યા છે. પંચમહાલ જીલ્લાના નુકશાન થવાની શકયતા ખેડુતો વ્યકત કરી રહ્યા છે. પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નસરાની મોસમ ચાલતી હોય તેવા લગ્ન પ્રસંગોમાં કમોસમી વરસાદને લઈ દોડધામ મચી જવા પામી હતી. લગ્ન પ્રસંગોમાં લાગેલ મંડપો તેમજ ગાદલાં સહિતની સામગ્રી પલળી ગયા હતા. ગોધરા સહિત જીલ્લામાં પડેલ કમોસમી વરસાદને લઈ હાઈવે રોડ અને બજારમાં નિકળેલ લોકો વરસાદથી બચવા માટે ઝાડ અને છાપરા નીચે આશય લેતા જોવા મળ્યા હતા. જીલ્લામાં વરસાદી ઝાપટા બાદ તાપ નિકળતા લોકો ઉકળાટ અનુભવ્યો હતો.
પંચમહાલના કાલોલ, હાલોલ, ધોધંબા, જાંબુધોડા વિસ્તારમાંં બે દિવસથી પડતી આકરી ગરમીથી લોકો પરેશાન હતા વચ્ચે આજરોજ પડેલ કમોસમી વરસાદથી ગરમીમાં રાહત અનુભવી હતી. જ્યારે બીજી તરફ ખેડુતોના ખેતરોમાં મકાઈનો પાક ખુલ્લામાં પડેલ હોય જેને લઈ ખેડુતો મુશ્કેલીમાંં મુકાયા હતા અને ખુલ્લામાં પડેલ મકાઈના પાાકને વરસાદથી પલળતો બચાવવા અને ઢાંકવા માટે દોડાદોડી કરતા જોવા મળ્યા.