- ગોધરા પ્રાંત અધિકારી દ્વારા એક ઈસમને ઝડપી વેજલપુર પોલીસને સોંપ્યો.
- મોબાઈલ ફોન નંબરના આધારે ત્રણ ઈસમોને પોલીસે ઝડપ્યા.
- વાહનોનું લોકેશન ટ્રેક કરવાનું કૌભાંડ ખુલતા ગૃપમાં જોડાયેલ મેમ્બર લેફટ અને રીમૂવ થયા હતા.
ગોધરા,પંચમહાલ જીલ્લામાં ખનિજ ચોરી કરતાં ખનિજ માફિયાઓ હાઈટેક બન્યા છે. ખનિજ માફિયાઓ દ્વારા ગોધરા ખાણ ખનિજ વિભાગ કચેરી માંથી ચેકીંગ માટે નિકળતા અધિકારી, કર્મચારીઓના વાહનોનું તેમજ ગોધરા પ્રાંત, હાલોલ ઈન્ચા.પ્રાત જીલ્લા પુરવઠા અધિકારીનુંં કાલોલ મામલતદારનુંં લાઈવ લોકેશન ખનિજ માફિયાઓના વોટસએપ ગૃપમાં ઓડીયોથી માહિતી શેર કરવામાં આવતી હોવાનો ધટસ્ફોટ થવા પામ્યો છે. અધિકારીઓના લોકેશન ટ્રેસ થતાં અધિકારીઓના સુરક્ષાને ખતરો જણાઈ રહ્યો છે. ત્યારે આવા વોટસએપ ગૃપને શોધી કાર્યવાહી થાય તે જરૂરી છે.
પંચમહાલ જીલ્લા ખનિજ માફિયાઓ ગેરકાયદેસર ખનિજ ચોરી કરાતી હોય છે. જીલ્લામાં ખનિજ ચોરી સાથે સંકડાયેલ ખનિજ માફિયાઓ રેઈડથી બચવા માટે હાઈટેક ટેકનીકનો ઉ5યોગ કરી રહ્યા છે. ગોધરા જીલ્લા ખાણ ખનિજ વિભાગની કચેરી માંથી અધિકારી, કર્મચારીઓ જે ગાડીમાં નિકળે તેની સાથે અધિકારી, કર્મચારીઓના લાઈવ લોકેશન ખનિજ માફિયાઓના વોટસએપ ગૃપમાં ઓડીયો મેસેજ શેર કરાઈ છે. જેથી જે વિસ્તારમાં રેઈડને તપાસ થવાની હોય તેની અગાઉની ખનિજ માફિયાઓને માહિતી મળી જતી હોય છે. જીલ્લામાં ખનિજ માફિયાઓ માત્ર ખાણ ખનિજ વિભાગના અધિકારી, કર્મચારીઓના વાહનો નહિ પરંતુ ગોધરા પ્રાંત અધિકારી, જીલ્લા પુરવઠા અધિકારી અને ઈન્ચા. હાલોલ પ્રાંત, કાલોલ મામલતદારના પણ લાઈવ લોકેશન ખનિજ માફિયાઓના વોટસએપ ગૃપમાં ઓડીયો મેસેજ શેર કરાઈ રહ્યા છે. ગતરોજ ગોધરા પ્રાંત અધિકારી કાલોલના ચલાલી તરફ આવતા ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ઈસમને વેજલપુર પોલીસ મથકને સોંપી પકડાયેલ ઈસમના મોબાઈલના વોટસએપ ગૃપમાં જોડાયેલ ઈસમો વિરૂદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.
પંંચમહાલ જીલ્લા વોટસએપ ગૃપ દ્વારા ખનિજ માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓના વાહનોના લોકેશન ટ્રેસ કૌભાંડ ખુલી જતાં ગૃપ એડમીન અને વોટસએપ ગૃપના મેમ્બર્સમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સરકારી અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન ટ્રેસ કરી વોટસએપના ગૃપમાં મુકતા હોય તેવા ગૃપના તમામ મેમ્બર્સ લેફટ થવા માંડયા છે. તેમજ કેટલાક ગૃપ એડમીન દ્વારા પોતે તમામ મેમ્બર્સને રીમૂવ કરી ગૃપ બંધ કરવા માંડયા છે. આ બાબતે પ્રાંત અધિકારી દ્વારા આવા તમામ વોટસએપ ગૃપના એડમીન તથા તેમા રહેલા મેમ્બર્સ સામે મોબાઇલ નંબરના આધારે કાર્યવાહી ફોન નંબરના આધારે ત્રણ ઈસમોની અટકાયત કરાઈ છે અને પકડાયેલ ઈસમોના મોબાઈલ ફોન કબ્જે લઈ અન્ય સંડોવાયેલ ઈસમોની તપાસ હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન ટ્રેસ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફીયાઓ, ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા તત્વો તેમજ અન્ય ઈસમો દ્વારા સોશ્યલ મીડિયામાં ગ્રુપ બનાવીને ઓડિયો મેસેજ દ્વારા અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન એકબીજા શેર કરતા હોવાની વિગતો સામે આવી છે. ગોધરા પ્રાંત અધિકારી દ્વારા આવા એક ઈસમની અટકાયત કરીને તેઓનો મોબાઈલ ફોન કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.