પંચમહાલ જીલ્લામાં ખાણ-ખનિજ વિભાગે હાલોલ ઝાખરીયા અને ગોધરા ટીંબા ગામે ચેકીંગ કરી 4 વાહનો સાથે 4 ઈસમો ઝડપ્યા

ગોધરા,પંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા હાલોલ તાલુકાના ઝાખરીયા ગામેથી ગેરકાયદેસર પથ્થરનું ખનન કરી ટ્રેકટરમાં ભરતા હોય તે સ્થળે રેઈડ કરી જેસીબી અને ટ્રેકટર ઝડપી પાડયા. જ્યારે ગોધરા તાલુકા ટીંબા ગામથી ઓવર લોડ કપચી ભરેલ બે ટ્રક મળી કુલ 80 લાખનો મુદ્દામાલ સાથે કુલ ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

પંંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા હાલોલ તાલુકાના ઝાખરીયા ગામેથી ગેરકાયદેસર પથ્થરનું ખનન કરાઈ રહ્યું છે. તેવી માહિતીના આધારે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પથ્થરનું ખનન કરતાં જેસીબી અને ટ્રેકટર મળી 30 લાખના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે ગોધરા તાલુકા ટીંંબા ગામે બે ટ્રકમાં ગેરકાયદેસર ઓવરલોડ કપચી લઈ જવાતી હોય તેવી બે ટ્રક ચેકીંંગ દરમિયાન ઝડપી 50 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં ઓવર લોડ કપચી સાથે ઝડપાયેલ બે ટ્રકને લઈ ટીંબા ખાતે રાખવામાંં આવ્યા. ખાણ-ખનિજ વિભાગ પથ્થરનું ગેરકાયદેસર ખનન કરતાં ઝડપાયેલ વાહન અને ઓવરલોડ કપચી ભરેલ ટ્રકને કબ્જે લઈને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.