- હવે ગોધરાવાસીઓ ચેત્યા : આરોગ્ય સાથે ચેડા.
- નામાંંકિત ઉત્પાદકો અને વિક્રેતાઓને ત્યાં દરોડા બાદ શિક્ષાત્મક કાર્યવાહી.
- અન્ય વહેપારીઓમાં ફફડાટની લાગણી : ક્ષતિદોષ વહેપારીઓમાં દોડધામ.
ગોધરા, એકાએક સફાળું બનેલ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગોધરા શહેરમાં આવેલ શ્રેષ્ઠ પાણી, બંસલ સુપર માર્કેટ મોતીતેલ, મહાલક્ષ્મી ચીકી, કૈલાશપતિ તેલ, ચોપાટી આઈસ્ક્રીમ, નંદનવન ઈડલી, ક્રિષ્ણા સ્વીટ માર્ટસ સહિતની વવિધ નામાંકિત ઉત્પાદકો અને વેચાણ કર્તાઓને ત્યાં દરોડો પાડીને નમૂના એકત્રિત કરીને કલેકટરાલયમાંં કેસ ચાલી ગયો હતો. જેમાંં પંચમહાલ જિલ્લામાં હલકી ગુણવત્તા અને મીસબ્રાન્ડેડના ખાદ્યચીજોનું વેચાણ કરતા 10 પેઢીઓને 2.35લાખનો કરાયો દંડ ફટકારવામાં આવતાં ગોધરાવાસીઓ ચોંકી ઉઠયા હતા અને આરોગ્ય સાથે ચેડાંં થતી આવી હલ્કી અને અખાદ્ય સામગ્રીને લઈને આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાની દહેશત વ્યાપતા હવે ગોધરાવાસીઓ મનોમન ચેતી જવા સાથે નારાજ બન્યા છે.
છેલ્લા દોઢ માસ ઉપરાંતથી અત્ર-તત્ર-સર્વત્ર ચોમાસાની ઋતુ સાથે વરસાદી પાણીના કારણે ઋતુજન્ય ધીરેધીરે ધર કી ઠેરઠેર માંદગીના બિછાણા જોવા મળે છે. આ સાથે ઋતુજન્ય માંખી મચ્છરોના ઉપદ્રવ વધ્યા છે. ત્યારે પાણીજન્ય રોગની અટકાયત અને વેપારીઓ દ્વારા ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા બાબતે જાળવણી અંગે આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે એકાએક સફાળું જાગેલ જાણે કે, બાર વર્ષે જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ગોધરા શહેરના વિવિધ નામાંકીત દુકાનો તેમાંય ખાદ્ય પદાર્થો વેચતા નાનાં-મોટા વેપારીઓ અને ઉત્પાદક ઉપર રેઈડ પાડવામાં આવતાં દિવસ દરમિયાન દોડધામ મચી ગઈ હતી. અને તંત્ર દ્વારા પ્રમાણિકપણે હાથ ધરાયેલી કામગીરીના પગલે ભારે ક્ષતિઓ બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. જાણવા મળ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાં ખાદ્ય-ચીજોનો વ્યવસાય કરતા વેપારીઓ, પેઢીઓ દ્વારા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી હલકી કક્ષા અને મીસબ્રાન્ડેડ પ્રોડક્ટસનું વેચાણ કરતા હોવાના કિસ્સા સમયાંતરે તપાસ દરમ્યાન જોવા મળતા પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાદ્યચીજોના શંકાસ્પદ નમુનાઓ રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 10 ખાદ્ય ચીજો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડ રિપોર્ટ જાહેર થયેલ હતા.આથી નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરનાર દુકાનદારો, પેઢીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ પંચમહાલ જિલ્લાના ડેઝીગ્નેટેડ ઓફિસરની મંજુરી આદેશના આધારે એડજ્યુડીકેટીગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર, ગોધરાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસો ચાલતા દંડનીય કાર્યવાહીના ભાગરૂપે અત્રેના જિલ્લાની કુલ-10 પેઢીઓના નમુના સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાંડેડ જાહેર થયેલ હોય નિવાસી અધિક કલેકટરએ તમામ પેઢીઓને કુલ મળી રૂપિયા 2.35 લાખની રકમનો દંડ કરવામાં આવેલ છે.
શાખ બનાવેલ કઈ કઇ પેઢીઓ સામે કાર્યવાહી ….?
પેઢીનું નામ બંસલ સુપર માર્કેટ વાવડી ગોધરા, નમુનાનું નામ મોગરદાળ(લુઝ), રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.10,000/-, પેઢીનું નામ બી.એમ પી. બેવરેનીસ જી.આઇ.ડી.સી ગોધરા, નમુનાનું નામ પેકેજડ ડ્રીંકીંગ વોટર (શ્રેષ્ઠ-બ્રાન્ડ), રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.25,000/-, પેઢીનું નામ જે.જે.ફુડ પ્રોડકટ ધોળાકુવા ગોધરા, નમુનાનું નામ ચીકી (મહા લક્ષ્મીબ્રાન્ડ), રિપોર્ટ મીસબ્રાંડેડ, દંડની રકમ રૂા.5,000/-, પેઢીનું નામ વાંચલ એગ્રો ફામર્સ જાબુંઘોડા, નમુનાનું નામ કુમઠી મરચું પાઉડર(લુઝ), રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.25,00/-, પેઢીનું નામ ભૈરવનાથ પ્રોવિજન સ્ટોર કોતરીયા ગોધરા, નમુનાનું નામ સોયાબીન તેલ(મોતી બ્રાન્ડ), રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.55,000/-, પેઢીનું નામ જેઠાનંદ સેવકરામ સ્ટેશન રોડ ગોધરા, નમુનાનું નામ પામોલીન તેલ (કૈલાશપતિ બ્રાન્ડ), રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.65,000/-, પેઢીનું નામ શ્રી બોમ્બે ચોપાટી આઇસ્કીમ જી.આઇ.ડી.સી.ગોધરા, નમુનાનું નામ ચોપાટી સ્પેશીયલ મિડિયમ ફેટ ફોઝન ડીસર્ટ, રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.50,000/-, પેઢીનું નામ નંદનવન ગોધરા, નમુનાનું નામ ઇડલીનો તૈયાર લોટ (નંદનવન બ્રાન્ડ), રિપોર્ટ મીસબ્રાંડેડ, દંડની રકમ રૂા.5,000/-, પેઢીનું નામ ક્રિષ્ણા સ્વીટ માર્ટ ગોધરા, નમુનાનું નામ કોપરાપાક, રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.5,000/-, પેઢીનું નામ પોરવાલ સુપર માર્કેટ બામરોલી રોડ ગોધરા, નમુનાનું નામ ચાટપુરી(શ્રીગણેશ બ્રાન્ડ), રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાંડેડ-, દંડની રકમ રૂા.12,500/-, આ પેઢીઓને ફુડ સેફટી એકટ-2006 હેઠળના એડજયુડિકેશન ચુકાદા અન્વયે દંડ કરાયો છે. તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
ગોધરામાં ખાણીપીણીની લારીઓમાં કરાયું સઘન ચેકીગ…
ગોધરામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા બસ સ્ટેશન થી બગીચાના વિસ્તારમાં આવેલ કુલ-18 ખાણીપીણીની લારીઓમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ખાણીપીણીની લારીઓમાંથી કુલ-4 શંકાસ્પદ નમુનાઓ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. આ સાથે તપાસ દરમ્યાન બિનઆરોગ્યપ્રદ ક્લરવાળી ચટણીનો 60 લીટર, કલર 1.5 કિલો અને આજીનો મોટોનો 1 કિ.ગ્રાનો જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે. 3 લારીઓને ફુડ સેફ્ટી એકટ, રૂલ્સ, રેગ્યુલેશન હેઠળ નોટીસ ફટકારવામાં આવી હતી. ખાણીપીણીની લારીઓમાં ચેકીંગથી વેપારીઓમાં ભેળસેળ કરવા અંગે ડર ફેલાયો છે. તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.