પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેરમાં બે અને મોરવા(હ)ના વંદેલીમાં એક મળી ત્રણ બાઈકો ચોરીની ફરિયાદ નોંધાઈ

ગોધરા,પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં બે મોટર સાયકલ તેમજ મોરવા(હ)ના વંદેલી ગામેથી બાઈક મળી ત્રણ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા વ્હોરવાડ કોટેજ આંબલી ફળીયા વિમાનવાળાના બંગલા પાસેથી હબીબ નાજની સાનીયાવાલાની બાઈક નં.જીજે.23.ડીએ.8616 કિંમત 15,000/-રૂપીયાની અજાણ્યા ચોર ઈસમ ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ.

ગોધરાના કાછીઆવાડ રૂપલ માતાના મંદિર ખાંચા માંથી પારસરામ વિરાજી પ્રજાપતિની બાઈક નં.જીજે.17.4932ની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ.

જ્યારે મોરવા(હ)ના વંદેલી ગામે રહેતા મુકેશભાઈ ભલાભાઈ ગોયરાની બાઈક નં.જીજે.17.બીએસ.8208ની ધર આંગણે પાર્ક કરેલ બાઈકની ચોરી થઈ જતાં મોરવા(હ) પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવા પામી છે. પંચમહાલ જીલ્લામાં બાઈક ચોર ગેંગ સક્રિય થઈ હોય ત્યારે પોલીસ આવા વાહન ચોરોને ઝડપી પાડે તે જરૂરી છે.