ગોધરા,
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર આગામી સમયમાં પંચમહાલ જિલ્લામાં અને તાલુકાઓમાં ભારત જોડો યાત્રા અને હાથ સે હાથ જોડો યાત્રા ટુંક સમયની અંદર શરૂ થશે જે અંગે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ કાર્યાલય ખાતે મીટિંગ ની આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી જાન્યુઆરી 2023 થી પંચમહાલ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થનાર અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પ્રેરિત ભારત જોડો યાત્રા અંતર્ગત હાથ સે હાથ જોડો જન સંપર્ક કાર્યક્રમના સુચારૂ અમલ અંગે અને પૂર્વ આયોજનની મીટિંગ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ડો. પ્રભાબેન તાવિયાડની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીના અધ્યક્ષ સ્થાને ગોધરા ખાતે પંચમહાલ કોંગ્રેસ સમિતિના કાર્યાલયે તમામ તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખો, સેલ, સંગઠન, ઓર્ગેનાઈઝેશનનાં આગેવાનો જિલ્લા તાલુકા કોંગ્રેસના આગેવાનો, વિધાનસભાની ચુંટણી લડેલા ઉમેદવારોની ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં ભારત જોડો યાત્રા અનુસંધાનમાં જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા થઈ હતી.