પંચમહાલ જીલ્લામાં અલગ-અલગ તાલુકાઓ માંથી કુલ 14 જેટલા શંકાસ્પદ ચાંદીપુરા વાયસરના કેશ નોંધાયા હતા અને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈ 5 જેટલા બાળકોના મોત થયા છે. જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ના ફેલાતા સંક્રમણને લઈ પૂનાની નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરલોજીની ટીમ પંચમહાલ ખાતેથી આવી પહોંચી હતી. બે સાયન્ટીસ અને બે ટેકનિકલ સ્ટાફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સેન્ડ ફલાય માખી સહિતના જીવજંતુઓના સેમ્પલ લઈને રિપોર્ટ તૈયાર કરશે.
ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. તેમાંં પંચમહાલ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં 14 જેટલા શંંકાસ્પદ ચાંદીપુરા વાયસરના કેશ નોંધાવા પામ્યા છે અને શંકાસ્પદ ચાંદીપુરા વાયસરને લઈ 5 બાળકોના મોત થયા છે. જ્યારે 3 બાળકો પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે 1 બાળકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પંચમહાલ જીલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ચાંદીપુરા વાયરસ ભરડોમાં લીધું છે.
જેને લઈ પુના નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીથી બે સાયન્ટીસ્ટ અને બે ટેકનિકલ સ્ટાફ મળી 4ની ટીમ જીલ્લાની ગોધરા સિવિલ હોસ્પિટલમાં પહોંંચી હતી. સિવિલમાં સ્ટાફ સાથે મીટીંગ કરી ચાંદીપુરા વાયરસના કેશ બન્યા તેની હિસ્ટ્રી મેળવી હતી. આ માહિતી મેળવ્યા બાદ પૂના ખાતેથી પહોંચેલ ટીમ ચાંદીપુરા વાયરસના કેશ નોંધાયા તેવા ગામોની સ્થળ મુલાકાત લઈને સેન્ડ ફલાઈ માખી અને જીવજંતુઓના સેમ્પલ તેમજ ધરોના સર્વે કરી રિપોર્ટ તૈયાર કરી ગુજરાત સરકારને સોંપવામાં આવશે.