પંચમહાલ જીલ્લાના ગોધરા, ધોધંબા, મોરવા(હ) અને ધોધંબામાં તાલુકામાં ચાંદીપુરા વાયરસના 16 જેટલા કેસ નોંધાયા છે અને 7 જેટલા બાળકોના ચાંદીપુરા પુનાની એન.આઈ.વી. વૈજ્ઞાનિક ટીમ દ્વારા ભોગ બનેલ પરિવારના સભ્યો પશુઓના સેમ્પલ મેળવી રોગના મુળ સુધી પહોંંચવા પ્રયાસ કરી રહી છે. ત્યારે દિલ્હી થી એનસીડીસીની ટીમ પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પહોંચી છે. આ ટીમ દ્વારા ભોગ બનનાર પરિવારની રહેણીકરણી રીત ભાતને ધ્યાનમાં લઈને ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ફેલાવવાના કારણો શોધી રિપોર્ટ તૈયાર કરશે.
પંંચમહાલ જીલ્લા ચાંદીપુરા વાયરસને લઈ પ્રભાવિત થયો છે. જીલ્લામાંં ચાંદીપુરા વાયરસના 17 જેટલા કેસ નોંધાવા પામ્યા હતા. જેમાં 7 કેસ પોઝીટીવ અને 8 કેસ નેગેટીવ આવ્યા હતા. ચાંદીપુરા વાયરસના સંંક્રમણને લઈ 7 બાળકોના મોત નિપજાવા પામ્યા છે. જેને લઈ જીલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ થયું હતું અને આરોગ્યલક્ષી કામગીરી કરાઈ રહી હતી. રાજ્ય સરકાર ચાંદીપુરા વાયરસના સંક્રમણને ગંભીરતાથી લેવામાં આવી હતી અને પુનાથી એનઆઈવીના વૈજ્ઞાનિકોની ટીમ ગોધરા ખાતે આવી ચાંદીપુરા વાયરસના સંક્રમણ ધરાવતા અને ભોગ બનેલ ગામોની સ્થળ મુલાકાત લઈ ભોગ બનનાર પરિવારના સભ્યો પશુઓના બ્લડ સેમ્પલ લઈને તપાસ હાથ ધરાઈ છે.
ત્યારે ચાંદીપુરા વાયરસને લઈ દિલ્હી એનસીડીસી ટીમના ચાર સભ્યોની ટીમ ગોધરા પહોંચી હતી. તેમના દ્વારા આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરી રહી હતી અને ચાંદીપુરા વાયરસના અસરગ્રસ્ત વિસ્તારમાં કરી હતી અને ચાંદીપુરા વાયરસના સંક્રમણમાં મોત નિપજાવા પામ્યા હોય તેવા પરિવારના ધરના રહેણીકરણી વાતાવરણ, રહેવા જમવાની તેમજ સુવાની વ્યવસ્થાની હિસ્ટ્રી એકઠી કરવામાંં આવી રહી છે.