પંચમહાલ જિલ્લામાં અશક્તતા ધારો અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

ગોધરા, ધી રાઇટસ ઓફ પર્સન્સ વીથ ડિસેબીલીટીસ એકટ-2016 અંતર્ગત જિલ્લા કક્ષાની અશક્તતા ધારો અમલીકરણ સમિતિની બેઠક પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી તથા સમિતિના અઘ્યક્ષ આશિષ કુમારની અઘ્યક્ષતામાં કલેકટર કચેરી, ગોધરાના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

જેમાં અશકતતા ધારો-2016ની વિવિધ વિભાગો તરફથી થતી અમલવારી તથા સમાજ સુરક્ષા કચેરી દ્વારા થયેલ દિવ્યાંગ કલ્યાણલક્ષી યોજનાઓ જેમાં દિવ્યાંગ શિષ્યવૃતિ યોજના, દિવ્યાંગ સાઘન સહાય યોજના, દિવ્યાંગોને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, મનોદિવ્યાંગ પેન્શન યોજના તથા UDID કાર્ડ યોજનાની કામગીરીમાં થયેલ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. દિવ્યાંગોની આર્થિક સહાયની યોજનામાં 80 ટકાથી ઉ5ર દિવ્યાંગતા ઘરાવતા તથા બી.પી.એલ. 0 થી 20 સ્કોર ઘરાવતા તમામ દિવ્યાંગજનોને આ યોજનાનો વઘુમાં વઘુ લાભ મળે તે માટે તથા દિવ્યાંગલક્ષી તમામ યોજનાઓનો વઘુ પ્રચાર પ્રસાર થાય તે માટે અઘ્યક્ષસ્થાનેથી સુચના મળી હતી.

સદર બેઠકમાં નિયામકશ્રી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જીલ્લા આરોગ્ય અઘિકારી, નાયબ પ્રાથમિક શિક્ષણાઘિકારી, સિવિલ સર્જન સહિતના અઘિકારીઓ ઉ5સ્થિત રહયા હતા. યોજનાકીય પ્રેઝન્ટેશન સભ્ય સચિવ તથા જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.