પંચમહાલ જીલ્લામાં આવેલ બોર માલિકોને સાવચેતી માટે જાણ જોગ

જીલ્લામાં પોતાની માલિકીની જમીનમાં કરવામાં આવેલ બોરમાં બાળકો પડી જવાના અકસ્માતના બનાવો બને છે. જેમાં જાનહાનીના બનાવો બનવા પામે છે અને મહામુલી જિંદગી બગડે છે. જેના ભાગરૂપે આથી તમામ બોર માલિકોને જાણ કરવામાં આવે છે કે પોતાની માલિકીની જમીનમાં આવેલ ઉપયોગી/બિનઉપયોગી બોરને યોગ્ય રીતે ઢાંકણથી ઢાંકી દેવા તેમજ બોરની આજુબાજુ બાળકો ન જઈ શકે તેવું પાકું બાંધકામ કરી આડશ કરવી જેથી કોઈ અકસ્માત ન બનવા પામે તેમજ કોઈ વ્યક્તિને ખુલ્લામાં ખાનગી/સરકારી જમીનમાં ખુલ્લો બોર જણાય તો ગ્રામ્ય કક્ષાએ લગત તલાટી કમમંત્રીને તથા તાલુકાકક્ષાએ લગત તાલુકાવિકાસ અધિકારીને જાણ કરવા નોડલ અધિકારી અને કાર્યપાલક ઇજનેર, પાનમ સિંચાઇ વિભાગ, ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.