ગોધરા,પંચમહાલ જીલ્લામાં ધીમા પગે કોરોના વાયરસ પ્રસરી રહ્યો છે. આજરોજ જીલ્લામાં 4 કોરોના પોઝીટીવ કેસ નવા નોંધાવા પામ્યા છે. આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યા 14 સુધી પહોંચી છે. ત્યારે જીલ્લાવાસીઓ સર્તકતા દાખવે તે જરૂરી છે.
પંચમહાલ જીલ્લામાં ત્રણ માસ જેટલા લાંબાગાળા બાદ કોરોના સંક્રમિત કેસ સામે આવ્યા છે. તેને લઈ જીલ્લા આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે. આજરોજ જીલ્લામાં ગોધરા-2, કાલોલ-1, ધોધબા-1 મળી જવા કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાવા પામ્યા છે. હાલ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યા 14 થવા પામી છે. પ્રતિદિન ધીમી ગતિથી વધતા કોરોના પોઝીટીવ કેસને જોતા જીલ્લાના લોકો સર્તકતા રાખે તે મહત્વનું છે.