- જીલ્લાના નાગરિકો 12 ઓગસ્ટ સુધી તાલુકા અને 10 ઓગસ્ટ સુધી જીલ્લા કક્ષાએ અરજી કરી શકશે.
ગોધરા ગ્રામ્ય, શહેર અને તાલુકાની જાહેર જનતા તથા જીલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.21/08/2024 ના રોજ સવારના 11 કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે. જ્યારે જીલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.22/08/2024ને ચોથા ગુરૂવારના રોજ સવારના 11.00 કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે.
સંબંધકર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય, કોર્ટમેટર, રહેમરાહે નોકરી,પેન્શન સિવાયના પ્રશ્ર્નો લેખિતમાં તાલુકા સ્વાગતમાં તા.12/08/2024 સુધીમાં તથા જીલ્લા કક્ષાએ તા.10/08/2024 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જાહેર રજા સિવાયના દિવસો દરમ્યાન રજુ કરવાના રહેશે.અરજી ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તથા “જીલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ અરજી એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
આ સાથે લાંબા સમયના જ પડતર પ્રશ્ર્નો અંગે જ અરજી કરવાની રહેશે. જીલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઈ પણ અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ત્યારબાદ જે કચેરીનો પ્રશ્ર્ન હોઈ ત્યા અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોઈ, જીલ્લા કક્ષાનો પ્રશ્ર્ન હોય તો જીલ્લાના જવાબદાર અધિકારીને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્ર્નોનો જીલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ કોર્ટ મેટર થયેલ ન હોઈ તેવા જ પ્રશ્ર્નો હોવા જોઈએ. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્ર્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે સામૂહિક રજુઆતો કરી શકશે નહિ.
સ્વાગત કાર્યક્રમ માટે…..
(1) લાંબા સમયના જ પડતર પ્રશ્ર્નો અંગે જ અરજી કરવાની રહેશે.
(ર) તાલુકા કક્ષાનો પ્રશ્ર્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે.
(3)આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્ર્નોનો તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ સેવાકીય,કોર્ટમેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો સિવાયના પ્રશ્ર્નો હોવા જોઈએ.
(4 )આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્ર્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ
(5) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામૂહિક રજુઆતો કરી શકાશે નહિ તેમ જન સંપર્ક અધિકારી ટુ કલેકટર પંચમહાલ અને મામલતદાર ગોધરા શહેર અને ગ્રામ્યએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.