પંચમહાલ જીલ્લામાં 16 જૂનથી 25 ઓગસ્ટ 2023 દરમિયાન પ્રત્યેક શુક્રવારના રોજદિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરાશે

ગોધરા,પંચમહાલ જીલ્લાના દિવ્યાંગજનોને દિવ્યાંગતાના પ્રમાણપત્ર મળી રહે તે માટે જનરલ હોસ્પિટલ,ગોધરા દ્વારા યુનિવર્સલ આઇડી પર્સન વીથ ડીસેબીલીટીઝ (UDID) પોર્ટલ પર રાજ્યના મહત્તમ દિવ્યાંગજનોને દિવ્યાંગતાના પ્રમાણપત્ર મળી રહે તે માટે તાલુકા કક્ષાએ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ઉપર દિવ્યાંગ સર્ટીફીકેટ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં તમામ 21 પ્રકારની દિવ્યાંગતા ઘરાવતા ઉમેદવારોને તેમની શારીરીક ચકાસણી કર્યા બાદ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

પ્રમાણપત્રમેળવવા માટે તારીખ16/06/2023 શુક્રવારે,સા.આ.કેન્દ્ર,હાલોલ, તારીખ 23/06/2023 શુક્રવારે,સા.આ.કેન્દ્ર, કાંકણપુર, તારીખ 30/06/2023 શુક્રવારે, સા.આ.કેન્દ્ર, કાલોલ, તારીખ 07/07/2023 શુક્રવારે, સા.આ.કેન્દ્ર, ઘોઘંબા, તારીખ 14/07/2023 શુક્રવારે, સા.આ.કેન્દ્ર, શહેરા, તારીખ 21/07/2023 શુક્રવારે સા.આ.કેન્દ્ર, જાંબુઘોડા,તારીખ 28/07/2023 શુક્રવારે, સા.આ.કેન્દ્ર, મોરવા(હ), તારીખ 04/08/2023 શુક્રવારે સા.આ.કેન્દ્ર, મોરા, તાલુકો-મોરવા(હ), તારીખ 11/08/2023 શુક્રવારે જનરલ હોસ્પિટલ, ગોધરા,તારીખ 18/08/2023 શુક્રવારે, સા.આ.કેન્દ્ર, ઘોઘંબા, તારીખ 25/08/2023 શુક્રવારે સા.આ.કેન્દ્ર, જાંબુઘોડા ખાતે દરેક દિવ્યાંગ વ્યક્તિઓને જે તે તારીખ અને સ્થળે દિવ્યાંગતા પ્રમાણપત્ર મેળવવા માટેના કેમ્પનું આયોજન કરાયું છે.

ઉપરોક્ત તારીખ અને સ્થળ ખાતે હાજર રહી દિવ્યાંગતા પ્રમાણપત્ર મેળવી કેમ્પનો લાભ લે તે માટે જીલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. જે તે સા.આ.કેન્દ્ર ખાતે સવારે 10:00 થી 2:00 કલાક દરમિયાન ચેકઅપ અને પ્રમાણપત્ર મેળવી શકાશે. આ માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ-01, રાશનકાર્ડની નકલ -01, પાસપોર્ટ સાઇઝના 3 ફોટા અને ઓરીજનલ રેશનકાર્ડ સાથે લઇને હાજર રહેવાનુ રહેશે. તેમ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ગોધરા તથા મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ, સિવિલ સર્જન ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.