જિલ્લા ચૂંટણી અધિકારીએ ૧૮ પંચમહાલ સંસદીય મતવિસ્તાર અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, ડિસ્પેચિંગની કામગીરી અંતર્ગત મતદાન ટુકડીઓ સાંજ સુધી મતદાન મથકે પહોંચી જશે.કુલ ૨૧૦૯ મતદાન મથકો ખાતે મતદાનની પ્રકિયા હાથ ધરાશે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગરમીના હિસાબે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જેમાં ૨૮૧ બુથો પર મંડપની વ્યવસ્થા,રેમ્પ,પીવાનું પાણી,શૌચાલય,વીજળી સહિત દિવ્યાંગજનો માટે ૫૩૮ જેટલી વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, થર્ડ રેન્ડમાઇઝેશન યોજાઈ ગયું છે તથા વધારાના રિઝર્વ સ્ટાફની પણ ફાળવણી કરાઈ છે. પોલિંગ સ્ટાફને વેલફેર કીટ આપવામાં આવી છે.આ સાથે મતદાન મથકો ખાતે ORS અને મેડિકલ કિટની ફાળવણી કરાઈ છે.સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન યોજાશે તથા મતદાન શરૂ થયા પહેલાના દોઢ કલાકે મોકપોલ યોજાશે.
- પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
- મુક્ત,ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન માટે ૧૮ પંચમહાલ સંસદીય ટીમ તૈયાર : જિલ્લા ચૂંટણી અધિકારી
- ૧૮ પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં કુલ ૧૮ લાખ ૯૮ હજાર ૨૩૪ મતદારો, ૯ લાખ ૬૭ હજાર ૫૭૪ પુરુષ અને ૯ લાખ ૩૦ હજાર ૬૩૩ સ્ત્રી મતદારો
- કુલ ૨૧૦૯ મતદાન મથકો,૨૮૧ બુથો પર મંડપની વ્યવસ્થા,રેમ્પ,પીવાનું પાણી,વીજળી,શૌચાલય સહિત ૫૩૮ વ્હીલ ચેરની ખાસ વ્યવસ્થા
- આવતીકાલે ૭ મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪નું મતદાન થવાનું છે ત્યારે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં જિલ્લાના પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.
પંચમહાલ સંસદીય વિસ્તારમાં કુલ ૧૮ લાખ ૯૮ હજાર ૨૩૪ મતદારો નોંધાયા
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ૧૮ પંચમહાલ સંસદીય વિસ્તારમાં કુલ ૧૮ લાખ ૯૮ હજાર ૨૩૪ મતદારો નોંધાયા છે જેમાં ૯ લાખ ૬૭ હજાર ૫૭૪ પુરુષ અને ૯ લાખ ૩૦ હજાર ૬૩૩ સ્ત્રી મતદારો તથા ૨૭ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે.કુલ ૪૯ સખી મતદાન મથકો, ૦૭-૦૭ PwD અને આદર્શ મતદાન મથક તથા ૦૧ યુવા મતદાન મથક ઊભા કરાયા છે. કામગીરી માટે કુલ ૧૦,૫૪૫ મતદાન સ્ટાફની નિમણૂક કરાઈ છે.કુલ ૮,૪૩૬ પ્રિસાઇડિંગ ઓફિસર,મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તથા મહિલા પોલિંગ ઓફિસરની નિમણૂક કરાઈ છે.
પંચમહાલ સંસદીય વિસ્તારમાં ૧૨,૯૦૯ અધિકારી/કર્મચારીશ્રીઓનું પોસ્ટલ બેલેટ થકી મતદાન કરવામાં આવ્યું.
આ સાથે ૧૨,૯૦૯ અધિકારી/કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ થકી મતદાન કરવામાં આવ્યું છે. જિલ્લામાં સિંગલ વિન્ડો સિસ્ટમ થકી ૮૮ અરજીઓ પૈકી ૮૩ અરજીઓને પરવાનગી આપવામાં આવી છે. જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા છે. સંસદીય વિસ્તારમાં ૧૦૧૭ તથા જિલ્લામાં કુલ ૭૪૦ મતદાન મથકો પર વેબ કાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.જિલ્લામાં ૧૫૫૬ પોલીસ જવાનો તથા ૧૮૩૮ હોમગાર્ડ જવાનો સહિત CAPF ની ૭ કંપનીઓ અને વધારાના ડ્યુટી મુજબ પોલીસ જવાનોની પણ નિમણૂક કરાઈ છે.
દેશના ૧૪૦ કરોડ લોકોની સેવા જ મારી સાચી ઊર્જા : વડાપ્રધાન મોદીનો એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ
ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન માટે ૧૮ પંચમહાલ સંસદીય ટીમ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો
જિલ્લા ચૂંટણી અધિકારીએ પંચમહાલ સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને ચૂંટણીને એક પર્વના રૂપે ઉજવવા અપીલ કરી હતી તથા વધુમાં વધુ મતદારો પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરે તે માટે આહવાન કર્યું હતું.આ સાથે મુક્ત,ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન માટે ૧૮ પંચમહાલ સંસદીય ટીમ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.પી.કે.ડામોર,મીડિયા નોડલ સુ પારુલ મણિયાર સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.