કાલોલ તાલુકાના દેલોલ પાસેથી ખાણ-ખનિજ વિભાગના મુખ્ય અધિકારી દ્વારા રેતી ભરેલ ટ્રેકટર એક ટ્રેકટર જેનો નંબર જણાતો ન હોય તેને મદદ કરતું ટ્રોલી વગરનું બીજું ટ્રેકટર ઝડપી પાડવામાં આવ્યું હતું. તે ટ્રોલી વગરના ટ્રેકટરને છોડી મુકવામાં આવ્યું હતું. જ્યારે રેતી ભરેલ ટ્રેકટર કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકવામાં આવ્યું હતું.
જીલ્લા ખાણ-ખનિજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી પાસે મીડીયા દ્વારા મુદ્દામાલની વિગતોની માંગણી કરી હતી. જ્યારે મને ગણતરી કરતા આવડતું નથી. ટીમ વિગતો મોકલી આપશે તેમજ જણાવ્યું હતું. ટ્રેકટર ચાલકનું નામ, માલિકનું નામ જેવી વિગતો મામલતદાર કચેરી ખાતે ભુસ્તરશાસ્ત્રી દ્વારા આપવામાં આવી ન હતી. એક ટ્રેકટર કેમ છોડવામાંં આવ્યું. તેનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો. ભુસ્તરશાસ્ત્રી દ્વારા ટ્રેકટર ચાલક અને માલિકનુંં નામ કેમ ન આપવામાંં આવ્યું. કાલોલ નગર અને તાલુકામાં બેફામ ખનિજ ખનન કરવામાં આવી રહ્યું છે અને રેતી અને માટી ભરેલા ટ્રેકટર હાઈ વે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે ટ્રેકટર પકડી તેની વિગતો છુપાવવામાં આવતાં અનેક પ્રશ્ર્નો ઉઠવા પામ્યા છે.