પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ દ્વારા ચલાલી ગામેથી ગેરકાયદેસર રેતી ભરેલ એક ટ્રક ને ઝડપી સંતોષ માન્યો જ્યારે અન્ય ખનીજ માફિયા ઓને છૂટ

શહેરા, પંચમહાલ જીલ્લામાં ખનીજ માફિયા બેફામ બની રાત દિવસ ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરી સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકશાન પહોંચાડે છે. ત્યારે ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા ખનીજ માફિયાઓને જાણે છૂપો આશીર્વાદ આપી રહયા હોય તેવું સ્પષ્ટ દેખાય રહયું છે. જેના કારણે ખનીજ માફિયા બેફામ બની રાત દિવસ ખનીજની ચોરી કરી રહયા છે. ત્યારે વાત કરીએ તો પંચમહાલ જીલ્લામાં આવેલ ચલાલી ગામ માંથી ખાણ ખનીજ દ્વારા ગેરકાયદેસર રીતે સફેદ રેતી ભરેલ એક મોટી ટ્રકને પકડી ગોધરા ખાતે લઈ જવામાં આવી હતી અને ખાણ ખનીજની ટીમેં જાણે બહુ મોટી રેડ કરી હોય તેવું ફિલ્મી સ્ટાઈલે દેખાવો કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ ચલાલી ગામ તેમજ પંચમહાલ જીલ્લામાં ગેરકાયદેસર રેતી સ્ટોકો ધમધમી રહયા છે, તેમ છતાં ખાણ ખનીજની ટીમ દ્વારા ગેરકાયદેસર ચાલતા રેતી સ્ટોકો ઉપર રેડ કરવામાં આવતી નથી અને ગેરકાયદેસર રીતે ચાલતા રેતી સ્ટોક માલિકોને ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા છૂપો આશીર્વાદ આપી રહયા છે અને ખાણ ખનીજની ટીમ દ્વારા જ્યારે પણ રેડ કરવામાં આવે છે. ત્યારે માત્ર સામાન્ય વાહન માલિકોના વાહન ડિટેન કરી પોતે બાહુ બલી જેવી કામગીરી કરી હોય તેવા દેખાવો કરવામાં આવે છે. ત્યારે ખરેખરમાં જો ખાણ ખનીજના અધિકારીઓ બાહુબલી હોય તો ગેરકાયદેસર રેતી સ્ટોક બંધ કરીને બતાવે તો સાચા અર્થમાં બાહુબલી કહેવાય જેથી હવે ખાણ ખનીજના અધિકારીઓ ગેરકાયદેસર રીતે ચાલતા રેતી સ્ટોક બંધ કરશે કે પછી છૂપો આશીર્વાદ આપશે તે જોવું રહયું.