પંચમહાલ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારો પોતાની માંગણીઓ પુરી ન થતા ગાંધીનગર આંદોલનમાં ભાગ લેવા થયા રવાના .

પંચમહાલ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારો પોતાની માંગણીઓ પુરી ન થતા ગાંધીનગર આંદોલનમાં ભાગ લેવા થયા રવાના .

પંચમહાલ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા પાછલા ઘણા સમયથી માગણી કરવામાં આવી રહી છે. જેના લઈને તેઓ ગાંધીનગર ખાતે પોતાનો અવાજ બુલંદ કરવા માટે આજે રવાના થયા છે. તેમના દ્વારા જૂની પેન્શન સ્કિમ સહિતની માગણી કરવામાં આવી રહી છે પણ સરકાર દ્વારા તે મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ માગણીઓ પુરી કરવામાં આવે તેવી માગ બુલંદ થઈ રહી છે.

પંચમહાલ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદાર ગાંધીનગર ખાતે જવા રવાના થયા હતા. પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને શિક્ષકો દ્વારા છેલ્લા લાંબા સમયથી વિવિધ આંદોલનો કરવામાં આવી રહ્યા છે. જેમા ખાસ કરીને જૂની પેન્શન યોજના તેમજ અન્ય કેટલીક પડતર માંગણીઓને લઇને લાંબા સમયથી સરકાર પાસે માગ કરાઈ રહી છે. ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ છાવણી ખાતે આગામી સમયમાં આંદોલન કરવામાં આવી રહ્યુ છે, જેના ભાગરુપે જિલ્લાના હોદ્દેદારો રવાના થયા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવાના સૂત્રોચ્ચાર સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના હોદ્દેદારો રવાના થયા હતા.