ગોધરા,
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા સુખરામભાઇ રાઠવાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધી પ્રજાના પ્રશ્ર્નોને લઈને લડી રહ્યા છે. તે લડાઈને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેને ગેરમાર્ગે દોરી એક કાનૂની પ્રક્રિયા ઊભી કરીને તેમનું સભ્યપદ રદ કરવાની જે વાત છે. તેની સામે કોંગ્રેસ હંમેશા દ્રઢતા સાથે કોંગ્રેસ આગળ આવીને લડાઈ લડશે. આવનાર સમયમાં કોંગ્રેસ પ્રજા વચ્ચે જઈને આમ જનતાની મુશ્કેલી સમસ્યા સામે સરકારના પ્રયાસો દેશમાં જે રીતે બેંકો એલઆઇસી જે હાલત છે. અદાણીના આયોજનના કારણે દેશને આર્થિક નુકશાન કર્યું છે. જેને રાહુલ ગાંધી આ પ્રશ્ર્નને લઈને લડાઈ લડાઈ રહ્યા છે, પરંતુ જે રીતના ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા રાહુલ ગાંધીને દબાવવા તેમનું સભ્યપદ રદ કરવા જે પ્રક્રિયા થાય છે તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.
આવનાર સમયમાં આજ પ્રશ્ર્નને લઈને રસ્તા ઉપર ઉતારવાના છે અને પ્રજાના પ્રશ્ર્નોને અમે દ્રઢતાથી કામ કરી અને રાહુલ ગાંધી સામેની આ લડાઈ છે અને એમની જે નુકશાન પહોંચાડવાની વાત છે. તેની સામે કોંગ્રેસ બેસી નહીં રહે કોંગ્રેસે સ્વતંત્રને લડાઈ લડી છે અને અનેક પ્રશ્ર્નો અને અનેક મુશ્કેલીઓમાંથી બહાર આવી છે. તે રીતે મેદાનમાં ઉતરી બહાર આવશે આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી, હિમાંશુ પંડ્યા, ઉમેશભાઈ શાહ, આબીદ શેખ, સિદ્દીક ચલાલીવાલા સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.