પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં ગોધરા ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજયો

ગોધરા,

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રાહુલ ગાંધીનું લોકસભાના સભ્ય તરીકેનું પદ રદ કરવાના મુદ્દે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. જેના ભાગરૂપે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરાના ગાંધી ચોક ખાતે રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકરોએ પ્લે કાર્ડ અને સુત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરવામાં કોંગ્રેસ પદાધિકારીઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ.