પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા મધ્ય ગુજરાત કચેરી ખાતે સ્માર્ટ પ્રિપેડ મીટર લઈ આવેદન બાદ જીલ્લા કલેકટરએ મીટીંગ યોજી સમસ્યાના નિકાલની ખાત્રી અપાઈ

ગોધરા, પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં મધ્ય ગુજરાત વીજ કચેરી દ્વારા નાખવામાં આવી રહેલા સ્માર્ટ મીટર લગાવાની કરવામાં હાથ ધરવામાં આવી છે. આ સ્માર્ટ વીજ મીટર અંગે વીજ ગ્રાહકોમાં જાણકારીના અભાવે કારણે ટેકનીકલ મુશ્કેલીના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે જુના વીજ મીટરો નાખવા માટે જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીને આવેદન આપવામાં આવ્યું છે.

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મધ્ય ગુજરાત વીજ કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું તેમાં જણાવ્યું છે કે, ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કચેરી દ્વારા એજન્સી દ્વારા સ્માર્ટ પ્રિપેડ વીજ મીટર નાખવામાં આવ્યા છે અને વધુ સ્માર્ટ વીજ મીટર નાખવાની પ્રક્રિયા ચાલુ છે. સ્માર્ટ પ્રિપેડ વીજ મીટર અંગે વીજ ગ્રાહકોને યોગ્ય જાણકારીનો અભાવ સીસ્ટમને અપુરતી જાણકારી ટેકનીકલ મુશ્કેલી તેમજ અલગ-અલગ કારણોસર ગ્રાહકો મુશ્કેલી વેઠી રહ્યા છે. પંચમહાલ જીલ્લા આદિવાસી શ્રમવસ્નઅને આર્થિક નબળી પરીસ્થિતી ધરાવતો હોય આવા વિસ્તારોમાં પ્રિપેડ સ્માર્ટ વીજ મીટર અમલ શકય કે ઉપયોગી જણતો નથી. વીજ કંપનીની સ્માર્ટ પ્રિપેડ વીજ મીટરની યોજનાને લઈ રોજ કમાઈને રોજખાનાર ગરીબ લોકો યોજનાથી ભારે દુ:ખી છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના જુના વીજ મીટરમાં લાઈટ બીલ બે મહિને ભરવામાં આવતું હતું. તેનાથી મધ્યમ ગરીબ ખેડુતને, નોકરીયાત વર્ગને રાહત રહેતી હતી. જે લોકો રોજેરોજ પ્રિપેડ મીટર રીચાર્જ કરાવી શકતા હોવા તેવા ગ્રાહકો તાત્કાલીક અસરથી પ્રિપેડ મીટરનો અમલ મોકુફ કરી જુના મીટરો યથાવત રાખવા માંગણી સાથે જીલ્લા કોેંગ્રેસ સમિતિ દ્વારા મધ્ય ગુજરાત વીજ સુપ્ર્રિટેન્ડન્ટ એન્જીનિયરને આવેદન આપવામાં આવ્યું.