ગોધરા,
ધ રાઇટસ ઓફ પર્સન્સ વીથ ડિસેબીલીટીસ એકટ-2016 અંતર્ગત જિલ્લા કક્ષાની અશકતતાધારો અમલીકરણ સમિતિની બેઠક કલેકટર કચેરીના કોસ્ફરન્સ રૂમ ગોધરા ખાતે જિલ્લા કલેકટર તથા સમિતિના અઘ્યક્ષ સુજલ મયાત્રાની અઘ્યક્ષતામાં મળી હતી.
જેમાં અશકતતાઘારો -2016ની વિવિધ વિભાગો તરફથી થતી અમલવારી તથા સમાજ સુરક્ષા કચેરી દ્વારા થયેલ દિવ્યાંગ કલ્યાણલક્ષી યોજનાઓ જેમાં દિવ્યાંગ શિષ્યવૃતિ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગોને એસ.ટી.બસમાં મફત મુસાફરીની યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, મનોદિવ્યાંગ પેન્શન યોજના તથા UDID કાર્ડ યોજનાની કામગીરીમાં થયેલ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. દિવ્યાંગોની આર્થિક સહાયની યોજનામાં 80 ટકાથી ઉપર દિવ્યાંગતા ઘરાવતા તથા બી.પી.એલ. 0 થી 20 સ્કોર ધરાવતા તમામ દિવ્યાંગજનોને આ યોજનાનો વઘુમાં વઘુ લાભ મળે તે માટે તથા દિવ્યાંગલક્ષી તમામ યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય તે માટે અધ્યક્ષસ્થાનેથી સુચનો કરાયા હતા.
આ પ્રસંગે યોજનાકીય પ્રેઝન્ટેશન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા રજૂ કરાયું હતું. આ બેઠકમાં સબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.