પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને પી.એમ.એફ.એમ.ઈ યોજના સંદર્ભે બેઠક યોજાઇ

ગોધરા, પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને પી.એમ.એફ.એમ.ઈ. યોજના સંદર્ભે ગોધરા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં કમિટીના સભ્યો સાથે વિવિધ તાલુકાના લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં મુલ્ય વર્ધનને લગત કુલ 28 પ્રોજેક્ટોને બહાલી આપવામા આવી હતી.

જિલ્લાના વિવિધ જણસીના મુલ્ય વર્ધનના પ્રોજેક્ટોનો વ્યાપ્ત વધે તે માટે સદર યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે મુજબ અધ્યક્ષ અને જિલ્લા કલેકટર દ્વારા આહવાન કરાયું હતું. યોજનાકીય વધુ માહિતી માટે જિલ્લા કક્ષાએ નાયબ બાગાયત નિયામકનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક ગોધરા દ્વારા પણ અનુરોધ કરાયો હતો.