ગોધરા,પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલ કોન્ફરન્સ રૂમમાં જિલ્લા કલેકટર આશિષકુમારની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની જિલ્લા કક્ષાની બેઠક યોજવામાં આવી હતી. જેમાં 15મા નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ વેલનેસ સેન્ટર અને પોલીક્લીનિક બનાવવા તથા શહેરી-HWCS અને પોલીક્લીનિકના સંચાલન અને માનવ સંસાધનની ભરતી અંગે ડિસટ્રિક્ટ લેવલ કમિટીની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કલેકટર દ્વારા જરૂરી આયોજન કરવા સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.