પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા દિવાળીના તહેવારોને લઈ મીઠાઈ-ફરસાણ અને દુધ-ધીના વેપારીઓ સાથે મીટીંંગ યોજી

  • વેપારીઓને ભેળસેળ વગ અને નિયત કરેલ ભાવે વેચાણ માટે સુચન કર્યું.

ગોધરા, દિવાળીના તહેવારોને લઈ પંચમહાલ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સભાંંખડ ખાતે જીલ્લાના તમામ તાલુકાના મીઠાઈ, ફરસાણ તથા દુધ-ધીની બનાવટનુંં વેચાણ કરતાં વેપારીઓ સાથે બેઠક યોજી હતી અને ભેળસેળ નહિ કરતાં નકકી થયેલ ભાવોમાં વેચાણ કરવા નિર્દેશ કરવામાં આવ્યો.

દિવાળીના તહેવાર વચ્ચે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે જીલ્લાવાસીઓના આરોગ્ય તેમજ ભેળસેળ યુકત મીઠાઈ, ફરસાણનું વેચાણ ન થાય તે માટે પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા જીલ્લાના તમામ તાલુકાઓના મીઠાઈ, ફરસાણની અને દુધ-ધીની બનાવટોનું વેચાણ કરતાં વેપારીઓને દિવાળીના તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થાય નહિ તેમજ મીઠાઈ, માવો અને દુધ વગેરે વસ્તુઓમાંં ભેળસેળ ન થાય તે માટે સુચના કરાઈ હતી. સાથે મીઠાઈ, ફરસાણના દુકાનદારોને અગાઉની બેઠમાં નકકી થયેલ ભાવ મુજબ વેચાણ કરવા અનુરોધ કર્યો હતો. જીલ્લામાં કોઈપણ મીઠાઈ, ફરસાણ, દુધ-ધીની બનાવટોમાં ભેળસેળ સામે આવશે તો તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ શુધ્ધ કાચા માલનો ઉપયોગ કરવા વેપારીઓ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.