પંચમહાલ જીલ્લામાં ચાંદીપુરા વાયરસના ચિંતાજનક કેસો નોંધાયેલ છે. ત્યારે પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક શાળાઓમાં આરોગ્યલક્ષી જરૂરી નકકર પગલાં ભરવા માટે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામં આવ્યું.
પંચમહાલ જીલ્લામાં ચાંદીપુરા વાયરસના મોટા પ્રમાણમાં કેસો નોંધાવા પામ્યા છે અને ચાંદીપુરા વાયરસના સંક્રમણને લઈ 7 બાળકોના મોત નિપજાવા પામ્યા છે. જ્યારે 15 ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા છે. ચાંદીપુરા વાયરસ સંક્રમિત રોગને લઈ બાળકો અને વાલીઓ ભારે ચિંતામાં હોય હાલમાં ચોમાસાની સીજન ચાલું છે. ત્યારે જીલ્લામાં આવેલ શાળાના ઓરડાઓ તેમજ સંકુલ પ્રવેશ માર્ગને નિયમિત સફાઈ સાથે જંતુનાશક દવાઓનો છંંટકાવ તથા શાળામાંં આવતા બાળકોના આરોગ્યની તપાસણી થવી આવશ્ય અને જરૂરી છે.
ગ્રામ તથા કસ્બા વિસ્તારોમાં જ્યાં જર્જરીત ઓરડા હોય વરસાદી પાણી ટપકતું હોવ તેવી શાળાઓમાં ચોકસાઈથી કાર્યવાહી થવી જરૂરી છે. વાલીઓ તેમજ બાળકો સાફ સફાઈ આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું ર્ડાકટર તેમજ આરોગ્ય વિભાગની ટીમ બાળકો તેમજ શાળાની તપાસણી કરે તે માટે લાગતા વળગતા વિભાગો સાથે સંકલન કરી ફેલાતો અટકે અને જીલ્લાના બાળકોની જીંદગી બચાવવા માટે નકકર કાર્યવાહી કરવામાં આવે તેમજ આવનાર સમયમાં પાણીજન્ય રોગો ડેન્ગ્યુ, મેલેરીયા, તાવ-શરદી, ઉધરસ જેવા અન્ય રોગોને અત્યારથી અંકુશમાં લેવા અને શાળાએ અભ્યાસ સાથે આવતા બાળક નિરોગી તંદુરસ્ત રહે તે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી, પ્રદેશ પ્રતિનિધિ તિજોરીવાળા, રાજેશ અડીયલ, ઉમેશ શાહ દ્વારા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અગ્રસચિવ, જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારીને આવેદન આપવામાં આવ્યું.