પંચમહાલ જીલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ તરીકે નિર્મિત દેસાઈની નિમણુંક કરવામાં આવી

ગોધરા, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મધ્ય ઝોનના પ્રભારી ગોરધનભાઈ ઝડફિયાની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેમજ પંચમહાલ જીલ્લા ભાજપ પ્રભારી ભરતભાઈ ડાંગર સાથે પરામર્શ કરી આજરોજ પંચમહાલ જીલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિર્મિતભાઈ દેસાઈની નિમણૂંક કરવામાં આવી હતી. આમ, છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલ જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખના હોદ્દા પર નિમણુંક કરવામાં આવી છે.