પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગોધરા શહેર, ગોધરા તાલુકો,હાલોલ, શહેરા તાલુકાની સાત દુકાનોમાં આકસ્મિક તપાસમાં આવતા દુકાનદારોને 3.60 લાખનો દંડ ફટકારી સરકારી સંસ્થા અનાજની દુકાન ના પરવાના કાયમી રદ કરી દેવામાં આવ્યા છે સરકારી સસ્તા અનાજ ની દુકાનમાં ગેરરીતિ આચરનારા સંચાલકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા દ્વારા ટીમને સાથે રાખી ગોધરા તાલુકાના મહેલોલ, ગોધરા શહેરના ગુહ્યા મોહલ્લા, હાલોલ તાલુકાની ગોપીપુરા, નાથપુરા તેમજ શહેરા તાલુકાના પાદરડી,નાંદરવા, સુરેલી ગામની સરકારી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લા પુરવઠા અધિકારીની સરકારી સસ્તા અનાજ ની સાત દુકાનોમાં તપાસ દરમિયાન અનેક ગેરરિતી સામે આવી હતી સાત દુકાનોના સંચાલકો સામે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ₹3.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં ગોધરા તાલુકાના દુકાનદાર ચૌહાણ ફતેસિંહ પ્રભાતસિંહ ને રૂપિયા 6934, ગોધરા શહેરના ગુહ્યાં મોહલ્લા નાં અશરફ અબ્દુલ રઝાક ભટુક ને રૂપિયા19,593નો, હાલોલ ગોપીપુરા બાબુભાઈ ભીમાભાઇ રાઠવા ને રૂપિયા 1,53,542, નાથપુરા ફિરોજ તાહિર અલી વોરા ને રૂપિયા 86,680 રૂપિયાનો અને શહેરા તાલુકાના પાદરડી દુકાન સંચાલક મહેન્દ્રભાઈ લાલાભાઇ પગી ને રૂપિયા 8400, નાંદરવા દુકાન સંચાલક અતિક રિયાઝઉદ્દીન કાજી ને રૂપિયા 130 શહેરાના સુરેલી સસ્તા અનાજની દુકાનના સંચાલક બાબુભાઈ રાઇજીભાઈ સોલંકી ને રૂપિયા 85,650 નો તેમજ જપ્ત કરેલા અનાજનો જથ્થો 3211 kg કિંમત રૂપિયા 1, 41,721 મળી કુલ ₹3,60,938 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાના દુકાનદારને કાયમી પરવાના રદ કરવામાં આવ્યા છે જિલ્લા સરકારી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ આચારનાર સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.