ગોધરા,\ પંંચમહાલ જીલ્લા આરોગ્ય વિભાગમાં કરાર આધારીત ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર નહિ મળતાં આર્થિક સ્થિતી કફોળી બની છે. અવારનવાર રજુઆત છતાં પરિણામ નહિ મળતા કરાર આધારીત કર્મચારીઓ જીલ્લા પંચાયત કચેરી ખાતે એકઠા થઈને વિરોધ વ્યકત કરવામાંં આવ્યો.
પંચમહાલ જીલ્લા આરોગ્ય વિભાગમાં કરાર આધારીત ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી. કરાર આધારીત કર્મચારીઓની આર્થિક સ્થિતી કફોડી બની છે. કરાર આધારીત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પગાર નહિ મળતાં અનેક જગ્યાએ રજુઆત કરી હોવા છતાં ચાર મહિનાના પગાર બાબતે યોગ્ય પરિણામ મળ્યું ના હોય જેને લઈ આર્થિક કફોડી સ્થિતીમાં મુકાયેલા કરાર આધારીત કર્મચારીઓ આજરોજ જીલ્લા પંચાયત કચેરી ગોધરા ખાતે એકઠા થયા હતા અને ચાર મહિનાના પગારને લઈ વિરોધ વ્યકત કર્યો હતો.