પંચમહાલ જીલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે વિશ્ર્વ તમાકુંં નિષેધ દિવસની ઉજવણી કરાઈ

ગોધરા, પંચમહાલ જીલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્ર્વ તમાકુ નિષેઘ દિવસની ઉજવણી કરાઇ હતી. બી.આર.જી.એફ.ભવન, જીલ્લા પંચાયત પંચમહાલ ગોધરા ખાતે વિશ્ર્વ તમાકુ નિષેઘ દિવસની ઉજવણી તથા નશામુકત ભારત અભિયાનનો શુભારંભ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ ગોધરા, પ્રજાપિતા બ્રહમાકુમારી વિશ્ર્વ વિદ્યાલય, સિવિલ હોસ્પિટલ ગોધરા તથા નશાબંઘી અને આબકારી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી ડો.જે.પી.પરમાર, મુખ્ય જીલ્લા તબીબી અઘિકારી ડો.પિનલ ગાંઘી, ડો.રાવ, આર.એમ.ઓ. સિવિલ હોસ્પિટલ ગોઘરા, મનોચીકીત્સક ડો. મયુર પટેલ તથા પ્રજાપિતા બ્રહમાકુમારી વિશ્ર્વ વિદ્યાલયના શૈલેષભાઈ અને રતનબેન, ઈલાબેન દ્વારા દિપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહમાકુમારી વિશ્ર્વ વિદ્યાલયના શૈલેષભાઈ અને રતનબેન, ઈલાબેન ઘ્વારા તમાકુ તેમજ વ્યસનથી થતી શારીરિક બિમારીઓ કૌટુંબીક કલેશ સામાજીક અને આર્થિક રીતે નુકશાન, મેન્ટલ ડીપ્રેશન અને આ કારણોથી બીજા વ્યકિતઓ અને બાળકોના આરોગ્ય પર થતી જોખમી અસરો વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી ડો.જે.પી.પરમાર, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો. બી. કે. પટેલ, ડિસ્ટ્રીકટ કવોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફિસર ડો. પ્રદિપ એસ. ભુરીયા, જીલ્લા મેલેરીયા અધિકારી ડો. આર. બી. પટેલ એ તમાકુના વ્યસનથી અને નશીલા પદાર્થોના સેવનની લત-આદતો માંથી બહાર આવવા માટે વ્યકિતના ર્દઢ નિશ્ચય અંગે તેમજ સિવિલ હોસ્પિટલ ગોઘરા ખાતે ચાલતા વ્યસન મુકત સેન્ટર (સીજેસન) વિશે પણ ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી. એસ.બી.સી.સી. ટીમના તમામ સભ્યો અને મ.પ.હે.વ., સી.એચ.ઓ. અને તમામ આરોગ્ય સ્ટાફને તમાકુ સેવનથી મુકત રહેવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે નશા મુકત ભારત અભિયાન અંગેના રથનું પ્રસ્થાન મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી તેમજ બ્રહમાકુમારી વિશ્ર્વ વિદ્યાલયના શૈલેષભાઈ અને રતનબેન તથા ઈલાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.