પંચમહાલ જીલ્લામાં 10702 વાહન ચાલકોએ રૂ. 34 લાખ ઉપરાંતનો દંડ 13 મે સુધીમાં ભરવા આદેશ આપવામાં આવ્યો

ગોધરા,પંચમહાલ જીલ્લા ટ્રાફિક દ્વારા નિયમોનો ભંગ કરનારાઓ સામે સરકારે નેત્રમ યોજના હેઠળ કેમેરાઓ થકી ચોવીસ કલાક નજર રાખવામં આવી રહી છે. ત્યારે વર્ષ 2022-23 માં નેત્રમ સેન્ટર પરથી કુલ 15431 વાહન ચાલકોને અલગ અલગ કારણોસર નીયમોનો ભંગ બદલ ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે પૈકીના અત્યાર સુધીમાં વાહન ચાલકો પૈકી 4729 વાહન ચાલકોએ ઈ-ચલણ ભરી દીધા છે. જોકે, હજુ પણ 10702 વાહન ચાલકો તેમનો દંડ ભર્યો નથી. જીલ્લામાં નેત્રમ દ્વારા ઇશ્યુ કરેલ ઈ-ચલણ પૈકી જે વાહન ચાલકોએ હજુ દંડ ભર્યો નથી તેમની સામે જીલ્લા કાનુની સેવા મંડળ દ્વારા રૂ.34,95,600/- દંડની વસુલાત આગામી 13/5/2023 નારોજ જે વાહન ચાલકે ઈ-ચલણનો દંડ ભર્યો ન હોય તેની સામે લોક અદાલતમાં કાર્યવાહી થશે. મોટાભાગના વાહન ચાલકોને આપવામાં આવેલા ઈ-ચલણમાં સૌથી વધુ ચાલુ ગાડીએ મોબાઇલ પર વાત કરવા માટે દંડ ફટકારયા છે. તે ઉપરાંત સીટ બેલ્ટ વિના ગાડી ચલાવવી, ત્રિપલ સવારી વિગેરે મુદ્દે દંડ ફટકારાયો છે. અત્યાર સુધી ઇ ચલણ નહિ ભરનાર વાહન ચાલકો વિરૂદ્ધ 13 મી મેના રોજ લોકઅદાલતમાં કાર્યવાહી થવાની છે. આગામી 13 મી સુધીમાં વાહન ચાલકો દંડની રકમ બાકી હોય તો ગોધરા પોલીસ અધિક્ષક કચેરી ખાતે નેત્રમ સેન્ટર, વેબ સાઇડ પર કે VISWAS એપ ડાઉનલોડ કરીને ભરી દેવા તથા 13 મી મેના રોજ લોકઅદાલતમાં પણ ઈ-ચલણની રકમ ભરી શકાશે.13 મે એ લોકઅદાલતમાં દંડની રકમ નહિ ભરનાર સામે કોર્ટ કાર્યવાહી કરશે. 10702 વાહન ચાલકોએ રૂ. 34 લાખ ઉપરાંતનો દંડ 13 મી સુધીમાં ભરવા આદેશ આપવામાં આવ્યો હતો.