ગોધરા,
પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે કાલોલ-7, શહેરા-1 અને ગોધરા-2 ફોર્મ ભરાયા છે.
પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે કોંંગે્રસ પાર્ટી દ્વારા માત્ર મોરવા(હ) બેઠક ઉપર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. જેને લઈ પંચમહાલ કોંગે્રસમાં કચવાટ છે. આજે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ગોધરા બેઠક માટે 2-ફોર્મ, શહેરા બેઠક માટે 1 અને કાલોલ બેઠક માટે 7 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે મોરવા(હ) અને હાલોલ બેઠક માટે એકપણ ફોર્મ ભરાયું નથી.