ભાજપા દ્વારા પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ અને વિવિધ હોદા માટે અન્ય હોદેદારો એ આજ રોજ ઉમેદવારી પત્રો ભર્યા હતા.જ્યારે આજે સત્તાવાર વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. પરંતુ માત્ર ઔપચારિક પ્રક્રિયા બની રહેવાની છે. અને તમામ બિનહરીફ હોદ્દેદારો જાહેર થનાર છે.
પંચમહાલ જિલ્લા પંચાયત માટે ચૂંટણી યોજાયા બાદ ભાજપે તમામ ૩૮ બેઠક પર જીત મેળવ્યા બાદ તા.૧૮ માર્ચ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ અને અન્ય હોદ્દાઓ માટે હોદેદારો એ આજ રોજ બુધવારે ફોર્મ ભર્યા હતા.જેમાં ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખે ભાજપ માંથી ઉમેદવારી કરતા ઉમેદવારો ને મેન્ડેટ આપ્યા હતા.જેમાં પંચમહાલ જિલ્લાના પ્રમુખ પદ માટે કામિનીબેન ગોપાલસિંહ સોલંકી(અંબાલી સીટ) તેમજ ઉપપ્રમુખ પદ માટે રમેશભાઈ કાભાઈ પરમાર(હાલોલ-તલાવડી) તેમજ પક્ષના નેતા, કારોબારી અધ્યક્ષ, દંડક સહિત હોદ્દાઓ માટે ઉમેદવારી પત્રો ભર્યા હતા.ત્યારે આજ રોજ ગુરૂવારે તા.૧૮ માર્ચે પંચમહાલ જિલ્લા પંચાયત ના પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દાઓ ની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.