પંચમહાલ જિલ્લા કોંગ્રેસ એસ. સી. ડિપાર્ટમેન્ટ દ્વારા ગોધરા ખાતે યુપીના હાથરસના બનાવમા કુ મનીષા સાથે થયેલ અમાનવીય કૃત્ય હત્યા અને પરિવારને અન્યાય સામે રાજ્ય _કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ સામે ભારતના રાષ્ટ્રપતિને રજૂઆત કરતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીને સુપરત કરવામાં આવેલ હતું અને રજૂઆત સાથે ન્યાયની માંગ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં પંચમહાલ કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી જિલ્લા એસ.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન વકીલ રાજેશ હડીયલ પંચમહાલ મહિલા કોંગ્રેસના પ્રમુખપ્રિયંકાબેન પરમાર પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફિકભાઈ તિજોરી વાલા માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન ઉસ્માનભાઈ બેલી સોશિયલ મીડિયા જિલ્લા કો.ઓર્ડિનેટર સાજીદ વલી એડવોકેટ આબીદ શૈખ જય ગણેશ ભાઈ નરસિંહભાઈ અયુબ ચરખા નસરીન બહેન જયશ્રીબેન પરમાર નીરૂપાબેન ભરવાડ ધ્વનિ પુરાણી મીનાબેન સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સોશિયલ distance સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.