પંચમહાલ જીલ્લા પંંચાયતની ૩૮ બેઠકો માટે ૮૮ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી : ૭ તાલુકા પંચાયત માટે ૩૨૯ ઉમેદવારી ફોર્મ ભરાયા

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે દિવસો ટુંકા રહ્યા છે. ત્યારે જીલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત સાથે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે. જીલ્લા પંચાયતની ૩૮ બેઠકો માટે અત્યાર સુધી ૮૮ ફોર્મ ભરાયા છે. જ્યારે તાલુકા પંચાયતો માટે અત્યાર સુધી ૩૨૯ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરતાંની સાથે ઉમેદવારી ફોમ ભર્રવાની શ‚આત થઈ છે. જીલ્લા પંચાયતની ૩૮ બેઠકો માટે જાહેર થયેલા ઉમેદવારો પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે શકિત પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરેલ છે. જીલ્લા પંચાયતની ૩૮ બેઠકો માટે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ મળી કુલ ૮૮ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જ્યારે હજી અનેક જીલ્લા પંચાયતની બેઠકો માટે આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરશે. જીલ્લા પંચાયતની બેઠકોમાં ટીકિટ વહેંચણી થયેલ અન્યાયને લઈ કેટલાક રાજકીય પાર્ટીના નારાજ કાર્યકરો અને સભ્યો અપક્ષમાં પોતાની ઉમેદવારી નોંધાવે છે. તે જોવાનું રહ્યું.

પંચમહાલ જીલ્લાની પાંચ તાલુકા પંચાયત માટે ૩૨૯ ઉમેદવારી ફોર્મ ભરાયા…

પંચમહાલ જીલ્લા ઘોઘંબા, કાલોલ, મોરવા(હ) અને હાલોલ અને ગોધરા તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બની છે. તાલુકા પંચાયતની બેઠકો ઉપર રાજકીય પાર્ટી બીજેપી અને કોંગ્રેસ માંથી ટીકિટ દાવેદારીની સંખ્યા ખૂબ મોટી હતી. ત્યારે કાર્યકરો અને ઉમેદવારીની નારાજગી ના ફેલાય તેનું ધ્યાન રાખીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. પંચમહાલ જીલ્લાની ૦૭ તાલુકા પંચાયતો માટે ઉમેદવારોની જાહેરાત સાથે બીજેપીમાં મોટાભાગે નવા ચહેરાઓને ટીકિટ આપવામાં આવી છે. જેને લઈ ટીકિટ દાવેદારો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે કાર્યકરો અને દાવેદારોની નારાજગીને દુર કરવા માટે બીજેપીના હોદ્દેદારો કામે લાગ્યાહતા.
જયારે પંચમહાલ જીલ્લાના ૦૭ તાલુકામાં કોંંગ્રેસ પાર્ટી દ્વારા જીતી શકે તેવા ઉમેદવારોને ટીકિટ આપવાનો પ્રયત્ન કર્યો હોય તેમ લાગે છે. તેમાં પણ અમુક પ્રબળ દાવેદારોની ટીકિટ કપાતાં નારાજગી જોવા મળી છે. પંચમહાલ જીલ્લામાં કાલોલ, હાલોલ, ધોધંબા, ગોધરા, મોરવા(હ) તાલુકા પંચાયતની બેઠકો માટે ૩૨૯ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

પંચમહાલ જીલ્લા પંચાયતની બેઠકો માટે ૮૮ ઉમેદવારી ફોર્મ ભરાયા..

પંચમહાલ જીલ્લા પંચાયતની ૩૮ બેઠકો માટે ગોધરા, કાલોલ, હાલોલ, મોરવા(હ) બેઠક માટે ૮૮ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેનો ધોધબા જીલ્લા પંચાયત બેઠકો ઉપર ૦૬ ઉમેદવારી ફોર્મ ભરાયા, કાલોલ બેઠક માટે ૧૧ ઉમેદવારી ફોર્મ ભરાયા, મોરવા(હ) જીલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસના ૦૩ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા, હાલોલ બેઠક માટે બીજેપીમાંથી ૦૫ ઉમેદવારો અને કોંગ્રેસ માંથી ૦૫ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી. ગોધરા જીલ્લા પંચાયત ૦૯ બેઠકો માટે ૨૫ ઉમેદવારી ફોર્મ મળી કુલ જીલ્લા પંચાયતની ચુંટણીમાં ૮૮ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

પંચમહાલ જીલ્લામાં તાલુકા પંચાયતની બેઠકો માટે ૩૨૯ ઉમેદવારી ફોર્મ ભરાયા…..

પંચમહાલ જીલ્લાની ઘોઘંબા તાલુકા પંચાયતમાં આજરોજ બીજેપીના ૨૫ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા, કાલોલ તાલુકા પંચાયત બેઠકો માટે આજરોજ ૩૯ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. મોરવા(હ) તાલુકા પંચાયત બેઠકો માટે આજરોજ કોંગ્રેસ પાર્ટીના ૨૩ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી જ્યારે ૦૨ અપક્ષ ઉમેદવારી ફોર્મ મળી ૨૮ ઉમેદવારી ફોર્મ ભરાયા.
હાલોલ તાલુકા પંચાયતની બેઠકો માટે બીજેપીના ૨૪ ઉમેદવારો અને કોંગ્રેસના ૧૧ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા, ગોધરા તાલુકા પંચાયતની બેઠકો માટે ૫૬ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ઉમેદવારી માટે એક દિવસ બાકી છે. ત્યારે જોવાનું રહ્યું કે, કેટલા ઉમેદવારી ફોર્મ ભરાશે.